માસ્ક વગરનાને કોવિડ સેન્ટરમાં સેવા કરાવવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમની રોક
નવી દિલ્હી, ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનના પાલનમાં થઈ રહેલી બેદરકારીને જોઈને ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે ચુકાદો આપ્યો હતો કે, માસ્ક ના પહેરે તેવા લોકોને કોવિડ સેન્ટરમાં સેવા કરવાની સજા કરવામાં આવે.જોકે આ આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.
ગુજરાત સરકારે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.એ પછી સુપ્રીમ કોર્ટે ચુકાદા પર રોક લગાવવા સાથે કહ્યુ હતુ કે, આ આદેશથી લોકો સંક્રમણનો ભોગ બને તેવો ખરતો વધી જશે.જોકે સાથે કોર્ટે કહ્યુ હતુ કે, માસ્ક પહેરવાના નિયમનો સખ્તાઈથી અમલ કરાવવામાં આવે.
સાથે સાથે દેશમાં કોરોનાના વધી રહેલા મામલાને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને કહ્યુ છે કે, સરકાર માત્ર ગાઈડલાઈન જાહેર કરીને સુઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, જે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેને કડકાઈથી લાગુ પણ કરાવવામાં આવે.લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન થઈ રહ્યુ નથી.ગમે તે જગ્યાએ લોકો થૂંકી રહ્યા છે, આ બધુ શું ચાલી રહ્યુ છે….નિયમોનુ ઉલ્લંઘન કરનારા પર દંડની વ્યવસ્થા કરવામાં આવી છે કે નહી….