આવશ્યક ચીજવસ્તુઓમાંથી બહાર થતાં માસ્ક-સેનિટાઈઝરના કાળાબજારની આશંકા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જેનું વેચાણ થયુ તેમાં માસ્ક અને સેનિટાઈઝરનો સમાવેશ થાય છે. આ બંન્ને ચીજવસ્તુઓનું અત્યારે પણ ધુમ વેચાણ થઈ રહ્યુ છે. જેમાં સૌ પોતપોતાની રીતે માસ્ક-સેનિટાઈઝરની ખરીદી કરી રહ્યા છે. હાલમાં બજારમાં બંન્ને ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ હતુ કે જે તે સમયે કેન્દ્ર સરકારે માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના કાયદા હેઠળ આવરી લેધુ હતુ. જેને કારણે કાળા બજારી અટકી ગઈ હતી.
પરંતુ કેન્દ્ર સરકારે પુનઃ માસ્ક અને સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુઓમાંથી હટાવી લેતા આગામી દિવસોમાં તેના કાળા બજાર થાય એવી પૂરી શક્યતાઓ છે. વેપારી આ બંન્ને ચીજવસ્તુઓનો સ્ટોક કરીને મનફાવે એમ ભાવ વસુલશે એવી સંભાવના વધી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં લોકડાઉનના સમયમાં માસ્ક-સેનિટાઈઝરની જબરજસ્ત માંગ જાવા મળી હતી. જેના કારણે વેપારીઓ બંન્ને ચીજવસ્તુઓનો સ્ટોક કરી કાળા બજાર કરવા લાગ્યા હતા. એટલુ જ નહીં તેના મનફાવે એેવા ભાવ પણ વસુલતા હોવાની ફરીયાદ ઉઠતા સરકારે તેને આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ કરી દીધો હતો.
વળી, તેના વધુ ભાવ વસુલ કરનારા ત¥વો સામે સાત વર્ષની કેદની સજા અને દંડનાત્મક જાગવાઈ લાગુ પાડી હતી. સરકારના આ પગલાને કારણે માસ્ક-સેનિટાઈઝરના કાળા બજાર થતાં અટકી ગયા હતા. પરંતુ હવે માસ્ક સેનિટાઈઝરને આવશ્યક ચીજવસ્તુઓમાંથી બહાર કરી દેતા વેપારીઓને મોકળુ મેદાન મળી જશે અને ફરીથી કાળા બજારની શરૂઆત થશે તેવી આશંકા સેવાઈ રહી છે. જા કે માસ્ક-સેનિટાઈઝરનો પૂરતો જથ્થો હોવાનો દાવો થઈ રહ્યો છે.
દેશમાં મોટી કંપનીઓની સાથે અનેક મધ્યમ મક્ષાની કંપનીઓએ સેનિટાઈઝર અને માસ્ક બનાવવાની શરૂઆત કરી દીધી છે. લોકડાઉનને બે થી ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે. અને પ્રોડક્શન વધ્ય્ છે તેથી આ અંગે ચિંતા કરવાની જરૂર નથી તેમ બજાર નિષ્ણાતો જણાવે છે.