માસ્ટરકાર્ડ, વિઝા ઉપયોગમાં ઘટાડો થાય તેવા સ્પષ્ટ એંધાણ
નવી દિલ્હી : સરકાર દ્વારા ઇપેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે આવનાર સમયમાં માસ્ટર કાર્ડ અને વિઝાને ફટકો આપી શકે છે. કેન્દ્ર સરકારે ૫૦ કરોડના વાર્ષિક ટર્નઓવરવાળા બિઝનેસ માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ઉપર બેંક ચાર્જ પરત લઇ લીધો છે જેનાથી દુકાનદારો માટે માસ્ટર અથવા વિઝા કાર્ડના બદલે યુપીઆઈ અથવા તો બીજા લોકલ ઇપેમેન્ટથી ચુકવણી વધારે ફાયદાકારક બની જશે. મોટા રિટેલર (૫૦ કરોડ રૂપિયાના ટર્નઓવર) રિટેલ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝિકશનના મુખ્ય આધાર તરીકે છે. આ રિટેલર હજુ સુધી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) મારફતે બે ટકાની ફી લે છે. નાણામંત્રીએ ભાષણમાં કહ્યું હતું કે, એવી મોટી કંપનીઓ માટે આ નિર્ણય ફરજિયાત રહેશે જે પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળા ઇલેક્ટ્રોનિક વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે.
જેમાં ભીમ યુપીઆઈ, યુપીઆઈ-ક્યુઆરકોડ, આધાર પે, કેટલાક ડેબિટ કાર્ડ, એનએફટી અને આરટીજીએસ સામેલ છે. બજેટમાં એવી ખાતરી પણ કરવામાં આવી છે કે, ગ્રાહક આમાથી કોઇપણ ચેનલનો ઉપયોગ કરીને ચાર્જની ચુકવણી કરતા નથી. ચુકવણી બેંક અને આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. આનો મતલબ એ થયો કે, બિઝનેસમાં હવે એક ઇલેક્ટ્રોનિક ચુકવણી ચેનલ રહેશે જે પોતાના માર્જિનમાં બે ટકાનો સુધારો કરશે. મોટા બિઝનેસ ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટની સુવિધા આપનાર ઇન્કમટેક્સ એક્ટમાં આ નવો સુધારો આ વર્ષના અંત સુધી પહેલી નવેમ્બર ૨૦૧૯થી લાગૂ કરવામાં આવશે. ઇનોવિટી પેમેન્ટના સ્થાપક રાજીવ અગ્રવાલ કહે છે કે, આ પગલાથી કસ્ટમર દ્વારા યુપીઆઈ આધારિત પેમેન્ટમાં વધારો થશે.