Western Times News

Gujarati News

“માસ્ટર”નો હીરો વિજય ૧૦૦ કરોડ રૂપિયા ફી લે છે

મુંબઈ: કોરોનાકાળમાં થિયેટરમાં ફિલ્મ માસ્ટર રિલીઝ કરીને બોક્સઓફિસના કિંગ બનેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયનું નામ અત્યારે ઘણું ચર્ચામાં છે. ટ્રેડ એનાલિસ્ટના અનુસાર, કોરોનાકાળમાં સંપૂર્ણ ભારતમાં માસ્ટર પહેલી ફિલ્મ છે, જેને બંપર ઓપનિંગ મળ્યું હોય.

પહેલા દિવસે ભારત અને વિદેશના થિયટરો સહિત કુલ ૫૩ કરોડનું કલેક્શન કર્યું. વર્તમાન સ્થિતિમાં પણ તેને થિયેટરોમાં ૨૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. વિજય સૌથી વધારે ફી લેનાર તમિલ એક્ટર છે. પોતાની આગામી ફિલ્મ ‘થલાપતિ ૬૫’ માટે તેને ૧૦૦ કરોડની ફી લઈ રહ્યો છે. ફીની બાબતમાં તેણે રજનીકાંતને પણ પાછળ છોડી દીધા, જેમણે દરબાર માટે ૯૦ કરોડ ફી લીધી હતી.

વિજયનું અસલી નામ જાેસેફ વિજય ચંદ્રશેખર છે. ફેન્સની વચ્ચે તે થલાપતિના નામથી ફેમસ છે. વિજયના પિતા એસએ ચંદ્રશેખર કોલિવૂડના જાણીતા ડાયરેક્ટર છે. વિજયે પોતાના પિતાની ૧૫ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી ૬માં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જાેવા મળ્યો છે.

વિજય રજનીકાંતનો મોટો ફેન છે અને ૧૯૮૫માં આવેલી ફિલ્મ નાન સિવાપૂ મનિથનમાં તેમની સાથે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. ૧૮ વર્ષની ઉંમરમાં વિજયે નાલૈય્યા થીરપૂથી પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરી હતી. આ ફિલ્મમાં તેનું નામ વિજય હતું. આ નામથી તેણે ૮ ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૯૯૨માં નાલૈય્યા થીરપૂ એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી

પરંતુ ત્યારબાદ વિજયે એક બાદ એક ત્રણ હિટ ફિલ્મ આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. વિજયે અત્યાર સુધીની કરિયરમાં લગભગ ૬૫ ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી મોટાભાગની બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. પોતાની માતા શોભા ચંદ્રશેખરની જેમ વિજય પણ સારો સિંગર છે.

ફિલ્મ થુપક્કીમાં તેના દ્વારા ગાવામાં આવેલું ગીત ગૂગલ ગૂગલ ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીત માટે વિજયને સૌથી પોપ્યુલર તમિલ ગીતનો એવોર્ડ પણ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.