વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસનો માસ્ટરમાઈન્ડ અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો

વડોદરા, શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા જઘન્યા કાંડ હાઈપ્રોફાઈલ રેપ કેસમાં ફરાર બંને મુખ્ય આરોપી પૈકી એક રાજુ ભટ્ટની ધરપકડ બાદ હવે અશોક જૈનની પણ ધરપકડ થયા હોવાના મીડિયા અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે અશોક જૈનને પાલિતાણાથી ઝડપી પાડ્યો છે.
અશોક જૈનની ધરપકડ સાથે ગોત્રી દુષ્કર્મ કેસના બંને મુખ્ય આરોપીઓ હાલ પોલીસની પકડમાં આવી ગયા છે. મહત્વનું છે કે રાજુ ભટ્ટના પકડાઈ ગયા બાદ કોઈપણ ભોગે અશોક જૈનને પકડી પાડવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમો બનાવીને રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલો મુજબ અશોક જૈનને પકડી પાડવા માટે આ પાંચ ટીમો ઉપરાંત ડિજિટલ સર્વેલન્સનો પણ સહારો લેવામાં આવ્યો હતો અને તેના પરિવાર તેમજ નજીકના વ્યક્તિઓના ફોનને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા હતાં.
જાેકે ચાલાક અશોક જૈને ફરાર થયાના પહેલા દિવસથી જ પોતાનો મોબાઈલ બંધ રાખ્યો હતો અને ફોનનો બિલકુલ પણ ઉપયોગ કરતો નહોતો. જાેકે આ બધા વચ્ચે તે પોતાના ભત્રીજાના સતત સંપર્કમાં હતો જેના આદારે પોલીસ અશોક જૈન સુધી પહોંચી શકી છે.
તેના ભત્રીજાની અટકાયત કરીને પૂછપરછ બાદ વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે પાલિતાણામાં અશોક જૈન જ્યાં છુપાયો હતો ત્યાં દરોડો પાડીને ઝડપી પાડ્યો હતો અને તેમજ હવે તને વડોદરા લાવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે વડોદરા પોલીસ દ્વારા આ મામલે પહેલા દિવસથી અલગ અલગ ટીમો બનાવીને તમામ આરોપીઓને પકડી પાડવામાં સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ કેસમાં બંને મુખ્ય આરોપીને હવે પકડી લેવામાં આવ્યા છે. હું આશ્વાસન આપવા માગું છું કે પીડિતાને ન્યાય મળશે અને ખૂબ જ ચોક્કસાઈ પૂર્વક ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. અહીં એ નોંધનીય છે કે અશોક જૈનના વકીલ મારફત આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
જેની સુનાવણી બાદ આવતીકાલે એટલે કે શુક્રવારે તેનો ચુકાદો આવવાનો હતો ત્યારે એક જ દિવસ પહેલા પોલીસે અશોક જૈનને પકડી પાડતાં મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે આ કેસમાં બે આરોપીઓ પૈકી પાવાગઢના મંદિરનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જુનાગઢથી ઝડપાયો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતાં.
જેમાં કોર્ટે પહેલા ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા જે બાદ ક્રાઈમ બ્રાન્ચે આ ત્રણ દિવસ પૂર્ણ થતાં ફરી વધુ રિમાન્ડ માંગતા કોર્ટે આરોપી રાજુ ભટ્ટના બીજા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.SSS