માસ ફાયનાન્શિયલનો FY2020ના Q1 ગાળાનો ચોખ્ખો નફો રૂ. 40.73 કરોડ થયો
અમદાવાદ – માસ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે 30 જૂન, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 40.73 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળા માટે રૂ. 30.46 કરોડથી 33.70 ટકા વધારે હતો.
નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 5,578.21 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં રૂ. 4,317 કરોડ કરતાં 29.22 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. 159.23 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક ગાળાની રૂ. 119.63 કરોડ કરતાં 33.11 ટકાનો વધારો દર્શાવે છે.
સપ્ટેમ્બર, 2018થી શરૂ થયેલા નબળા ત્રિમાસિક ગાળાના સમય છતાં આ નાણાંકીય કામગીરી કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ દર્શાવે છે જે છેલ્લા બે દાયકાથી યથાવત છે. નાણાંકીય વર્ષ 2020ના જૂન, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં ચૂકવણી (નેટ) રૂ. 1,200.67 કરોડ રહી હતી
જે ગત નાણાંકીય વર્ષના આ જ સમયગાળામાં રૂ. 995.67 કરોડથી 20.59 ટકા વધુ હતી. 30 જૂન, 2019 સુધીમાં કેપિટલ એડેક્વસી રેશિયો (ટિયર ટુ કેપિટલ સહિત) 27.97 ટકા રહ્યો હતો. ટિયર-વન કેપિટલ 26.54 ટકા રહી હતી.