Western Times News

Gujarati News

માહિતીનો મુકત પ્રવાહ અને સાચી માહિતીની જરૂરીયાત સાથે મળીને ચાલે છેઃ અનુરાગ ઠાકુર

(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કોવિડ-૧૯ મહામારીના મુશ્કેલ સમયમાં ભારતીય મીડીયા દ્વારા ભજવવામાં આવેલી ભુમીકાને બિરદાવી હતી. ૧૭મી એશિયા મીડીયા સમીટમાં વીડીયો કોન્ફરન્સીગ દ્વારા તેમનું વકતવ્ય આપતા મંત્રીએ કહ્યું કે, ભારતીય મીડીયાએ સુનિશ્ચિત કર્યું કે કોવિડ જાગૃતિ સંદેશાઓ, મહત્વપૂર્ણ સરકારી માર્ગદર્શીકા અને ડોકટરો સાથે મફત સલાહ દેશના દરેક લોકો સુધી પહોચે.

ખોટી માહિતીની અન્ય મહામારી પર બોલતા, મંત્રીએ જણાવ્યું હતું કે, મીડીયામાં ફરતા વણચકાસાયેલ દાવાઓ અને નકલી સામગ્રીએ લોકોમાં ભારે ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.

પ્રેસ ઈન્ફેમેશન બ્યુરોના ફેકટ ચેક યુનીટને યશ આપતા તેમણે ઉમેયું હતું કે સમયસર રીયલ ટાઈમ આધારે નકલી સમાચાર અને ખોટી માહિતીને ફોડીને આ જાેખમ સામે મજબૂત લડત આપી હતી. કોવિડ-૧૯ સામેની લડાઈમાં સરકારની સિદ્ધિઓ પર વધુ પ્રકાશ પાડતા અનુરાગ ઠાકરે જણાવ્યું હતું કે, ૧.૩ અબજની વસ્તીને રસીકરણ કરવું ખૂબ જ પડકારજનક હતું ત્યારે, ભારત સરકાર, કોવિડ લડવૈયાઓને અને નાગરીક સમાજના સંયુકત પ્રયાસોને કારણે તેની મોટા ભાગની વસ્તીને રસી આપી છે.

જાેકે ઠાકુરે એમ પણ કહયું કે ભલે ગમે તે ટેકનોલોજીકલ પ્રગતી હોય, સામગ્રીની વિશ્વાસપાત્રતા હંમેશા મુખ્ય રહેશે. આપણે માહિતીના મુકત પ્રવાહના અધિકાર વિશે વાત કરી શકીએ છીએ. આપણે સાચી માહિતીના પ્રસારની જરૂરીયાત વિશે પણ વાત કરવાની જરૂર છે. એમ તેમણે ઉમેયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.