માહિતી ખાતાની ૨૯ વર્ષની કામગીરી બાદ ડ્રાઈવર ઈશ્વરભાઈ દેસાઈ નિવૃત્ત

પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના ડ્રાઈવરશ્રી ઈશ્વરભાઈ દેસાઈ આજે વયનિવૃત થતાં તેઓને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. 29 વર્ષની કારકિર્દીમાં ઈશ્વરભાઈએ ગાંધીનગર, અમદાવાદ અને બોટાદ ખાતે ડ્રાઇવર તરીકેની સફળ સેવા આપી હતી.
ગાંધીનગર ખાતે દર બુધવારે યોજાતી કેબિનેટ માટે શ્રી ઈશ્વરભાઈએ અમદાવાદના પત્રકારોને વર્ષો સુધી સચિવાલય પહોંચાડી માહિતી ખાતાની પ્રચાર – પ્રસારની કામગીરી સારી થાય તે માટે પાયાના પથ્થર તરીકે અદ્ભુત કામગીરી બજાવી હતી. તેમની સુદીર્ઘ કારકિર્દીને વધાવતા પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી નિયામક શ્રી કમલેશભાઈ ભાવસારની અધ્યક્ષતામાં ભાવસભર વિદાયમાન અપાયું હતું.
તેમના આ વિદાય પ્રસંગે સહાયક માહિતી નિયામક શ્રી (ન્યુઝ) શ્રીમતી ઇલાબેન વ્યાસ, સહાયક માહિતી નિયામક(વહીવટ) શ્રી હસમુખભાઈ પટેલ, સિનિયર સબ એડિટર સર્વશ્રી સુનિલ પટેલ ,મનીષા પ્રધાન, માહિતી મદદનીશશ્રી ઉમંગ બારોટ તથા કચેરીના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.