માહિરાની બોલિવુડ કેરિયર હવે અટવાઇ પડી
મુંબઇ, પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાનની બોલિવુડ કેરિયર અટવાઇ પડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના છેલ્લા કેટલાક વર્ષોથી તંગ સંબંધોના કારણે તેની કેરિયર પર માઠી અસર થઇ છે. ખુબ કુશળ અભિનેત્રી હોવા છતાં તેની પાસે કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી.
અલબત્ત તે પાકિસ્તાનમાં સૌથી મોંઘી સ્ટાર તરીકે છે. બોલિવુડમાં તેની પાસે ફિલ્મો આવી રહી નથી. પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય અને મોંઘી સ્ટાર તરીકે બની ચુકી છે. તેની પાસે નવા નવા પાકિસ્તાની પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે નવા પ્રોજેક્ટ સાઇન પણ કરી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ પાકિસ્તાની ફિલ્મો છે.તે પાકિસ્તાનની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ સતત ભાગ્ય અજમાવવા માટે ઉત્સુક છે.
જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ન હોવાના કારણે તેને પણ આની કિંમત ચુકવી પડી છે. તે બંને દેશો વચ્ચેના સંબંધમાં સુધરે તેમ ઇચ્છે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધના કારણે હેરાન છે. તેનુ કહેવુ છે કે આના કારણે કલાકારો પણ પરેશાન થયેલા છે. પાકિસ્તાની કલાકારો પર હાલ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે કલાકારો પર હાલમાં ભારતમાં મુકવામાં આવેલા પ્રતિબંધના કારણે પરેશાન છે. તેનુ કહેવુ છે કે કલાકારો પર પ્રતિબંધની બાબત બિલકુલ યોગ્ય નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં પ્રવેશ કરવાની ક્યારેય ઇચ્છા ધરાવતી ન હતી. માહિરા ખાને કહ્યુ છે કે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તે ઇચ્છુક ન હતી.
જો કે સંજાગથી તે પ્રવેશી ગઇ હતી. રઇસ ફિલ્મ બાદ તે કેટલીક ફિલ્મો કરી રહી છે. માહિરા ખાનનુ કહેવુ છે કે તે હમેંશા પાકિસ્તાની ફિલ્મોને લઇને જ પ્રભાવિત રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક પાકિસ્તાની કલાકારો પ્રતિબંધના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. માહિરા ખાન બોલિવુડમાં પ્રવેશી ત્યારે તેની પાસેથી જારદાર અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જા કે તે વિવાદમાં આવી ગઇ હતી.
માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે. હિન્દી ફિલ્મોમાં તેની પાસે કઇ ફિલ્મ છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. માહિરાએ રણબીર સાથે સંબંધ અંગે કોઇ વાત કરી નથી.
સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. માહિરા ખાન પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ નથી. જા કે આ ખુબસુરત સ્ટાર ભારતીય ફિલ્મોમાં પણ તેની કુશળતા સાબિત કરવા માટે ઇચ્છુક બનેલી છે.
તેની પાસે નવી ફિલ્મ આવે તેવી અપેક્ષા ભારતીય ચાહકો રાખે છે. માહિરા ખાન જેવી જ પ્રતિક્રિયા પાકિસ્તાનના અન્ય કલાકારો પણ વ્યક્ત કરે છે. કારણ કે આ લોકો પણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે.