માહીએ દીકરીને ઓફર થયેલા ટીવી શોને નકાર્યો.
જય-માહીની દીકરી તારાનો જન્મ ૨૦૧૯માં થયો છે.
તારાના પિતા એટલે કે હોસ્ટ જય ભાનુશાળીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દીકરી એક્ટ્રેસ બનવા માગે તો તેને કોઈ વાંધો નથી
મુંબઈ, લાગી તુજસે લગનમાં નકુશા અને બાલિકા વધૂમાં નંદિનીનો રોલ કરીને પોપ્યુલર થયેલી ટીવી એક્ટ્રેસ માહી વિજ હાલ પોતાના માતૃત્વના સમયને માણી રહી છે. માહી વિજય અને જય ભાનુશાળીની એક દીકરી છે જેનું નામ તારા છે. માહી વિજ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને અવારનવાર તે દીકરી સાથેના સુંદર વિડીયો અને તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તારા પણ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે.
નાનકડી તારા અત્યારથી જ ફેન્સ અને સેલિબ્રિટીઝમાં ખાસ્સી પોપ્યુલર છે. શું તમે જાણો છો કે જય ભાનુશાળી અને માહી વિજની આ નાનકડી દીકરીને ટીવી શો ઓફર થયો હતો? હાલમાં જ માહીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ બોલિવુડ લાઈફને આપેલા ઈન્ટરવ્યૂમાં માહી વિજે ખુલાસો કર્યો છે કે થોડા સમય પહેલા જ તેની દીકરી તારાને ટીવી શોની ઓફર આવી હતી. જાેકે, માહીએ ઓફર ફગાવી હતી. માહીના કહેવા મુજબ પોતાની દીકરીને લાઈમલાઈટમાં રાખવી પરંતુ અતિશયોક્તિ કઈ રીતે ના થાય તેનું તે ધ્યાન રાખે છે. “ઘણાંને નહીં ખબર હોય કે, તારાને થોડા સમય પહેલા જ ટીવી શોની ઓફર આવી હતી.
પરંતુ મને ખબર છે કે મારે ક્યાં પાછળ ખસવાનું છે. આ ઉંમરે તારા ટીવી શો કરે તે મને યોગ્ય નથી લાગતું. હું નથી ઈચ્છતી કે આ ઉંમરે તે કામ કરે. ઉપરાંત થોડા દિવસોમાં તેની સ્કૂલ પણ શરૂ થશે એટલે પણ તેની પાસે સમય નહીં હોય. લોકો તમારા બાળકને ક્યારે વધુ જાેઈ શકે અને ક્યારે નહીં તેની વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે”, તેમ માહીએ જણાવ્યું. અગાઉ તારાના પિતા એટલે કે એક્ટર-હોસ્ટ જય ભાનુશાળીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દીકરી એક્ટ્રેસ બનવા માગે તો તેને કોઈ વાંધો નથી. મને નથી ખબર કે હું સેલિબ્રિટી છું કે નહીં તે તારા જાણે છે કે નહીં
પરંતુ તેણી ચોક્કસથી સેલિબ્રિટી બની ગઈ છે. કારણકે આજકાલ અમે જ્યારે પણ મોલમાં જઈએ છીએ ત્યારે લોકો તેની સાથે સેલ્ફી લેવા આવે છે. તે લોકોને બોલાવે પણ છે પોતાની સાથે સેલ્ફી પડાવા (હસે છે.) મને લાગે છે કે તેને ફોટો ખેંચાવા પસંદ છે. મેં તેને ક્યારેય કશું કરતા રોકી નથી. મેં અને માહીએ નક્કી કર્યું છે કે, તારા જીવનમાં જે કરવા ઈચ્છે તે કરી શકે છે. કાલે ઉઠીને તે કહે તેને એક્ટ્રેસ બનવું છે તો તેની સામે પણ અમને વાંધો નથી, આ તેની પસંદગી છે. જાે તે એરહોસ્ટેસ બનવા માગશે તો તેમાં પણ હું તેનો સાથ આપીશ કારણકે આ વાત તેનું મન કહે છે”, તેમ જયે કહ્યું હતું.sss