મા બનવા માટે દેબીના બેનર્જીએ પાંચ વર્ષ વેઠવી પડી મુશ્કેલી

મુંબઈ, થોડા સમય પહેલા જ અભિનેત્રી માહી વિજે પોતાની IVF ટ્રીટમેન્ટ બાબતે ચોંકાવનારી વાતો જણાવી હતી. માહી વીજે જણાવ્યુ હતું કે તેને ગર્ભધારણ કરવામાં સમસ્યા થઈ રહી હતી માટે તેણે આ ટ્રીટમેન્ટની મદદ લીધી હતી. અંતિમ પ્રયાસમાં દીકરી તારા તેમના જીવનમાં આવી હતી.
હવે અભિનેત્રી દેબિના બેનર્જીએ પણ પોતાનો અનુભવ શેર કર્યો છે. વ્લોગના માધ્યમથી તેણે જણાવ્યું કે કઈ રીતે વર્ષ ૨૦૧૭થી તે માતા બનવાનો પ્રયત્ન કરી રહી હતી અને આખી ટ્રીટમેન્ટ દરમિયાન કેટલા પૈસા ખર્ચ થયા. એપ્રિલ, ૨૦૨૨માં દેબિના બેનર્જીએ દીકરી લિયાનાને જન્મ આપ્યો હતો. તે અત્યારે સવા બે મહિનાની થઈ ગઈ છે. તેને કમળો થયો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
દેબિના દીકરીને લગતા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. પરંતુ હવે દેબિનાએ જણાવ્યું છે કે લિયાના કેટલી મુશ્કેલીઓ પછી તેમના જીવનનો ભાગ બની છે.
દેબિનાએ પોતાની યૂટ્યુબ ચેનલ દેબિના ડિકોડ્સ પર વ્લોગ શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે તે ડોક્ટર પાસે ગઈ અને લિયાનાને કન્સીવ કરી, ત્યાર સુધીનો સમય પાંચ વર્ષનો હતો. દેબિનાએ આગળ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭માં ડોક્ટરે તેને IUIની સલાહ આપી હતી.
અભિનેત્રીએ કહ્યું કે, આ કોઈ ડરવા જેવી પ્રક્રિયા નથી, તેમાં તમારા ફર્ટાઈલના દિવસોની ગણતરી કરવામાં આવે છે અને ઈન્જેક્શન્સ આપવામાં આવે છે. આ સિવાય તમારા પાર્ટનરના સીમનનું એનાલિસિસ કરવામાં આવે છે. જાે કે, આ પ્રક્રિયા મારા કામ ના લાગી.
મેં પાંચ વાર પ્રયત્ન કર્યો. દર વખતે નિષ્ફળતા મળી. ત્યારપછી IVF જ બેસ્ટ વિકલ્પ લાગ્યો. દેબિનાએ જણાવ્યું કે, આઈવીએફ ટ્રીટમેન્ટ દરમિયાન મને અસલ સમસ્યા વિશે ખબર પડી. મને Endomªriosis અને Adenomyosis હતું. ટ્રીટમેન્ટ પહેલા ડોક્ટરોએ Hysteroscopy કરી, જે એક નાની સર્જરી હોય છે.
હવે આ સર્જરીનો ખર્ચ હોસ્પિટલ પર ર્નિભર કરે છે. શરુઆત ૭૫ હજારથી એક લાખ વચ્ચે થાય છે. ટ્રીટમેન્ટ શરુ થયા પછી પ્રોસેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એકમાં એગને એસ્ટ્રેક્ટ કરવામાં આવ્યા અને બીજા ભાગમાં ફર્ટિલાઈઝ્ડ એગને ફરીથી મૂકવામાં આવ્યા.
પ્રથમ પ્રોસેસ દર્દનાક હતી. એક એક્સટ્રેશન પ્રોસેસમાં થોડો સમય લાગે છે. તે એકવારમાં નથી થતી. મારે ૩ વાર તેમાંથી પસાર થવુ પડ્યું. દર વખતે લગભગ ૧.૫ લાખ રુપિયા થયા. દેબિનાએ આગળ જણાવ્યું કે, લોકોનું માનવું છે કે જે ઈન્જેક્શન્સ લગાવવામાં આવે છે તેનાથી વજન વધી જાય છે, પરંતુ આ બધી વાતો ભ્રામક છે.
દેબિનાએ કહ્યું કે, પાંચ વર્ષ આપવા કોઈ સરળ કામ નથી. એ પણ ત્યારે જ્યારે દર મહિને તમને એક જવાબ મળે, જે પણ નકારાત્મક હોય. જાે કે મેં હાર નથી માની અને પુસ્તકો વાંચીને પોતાને પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કર્યો.SS1MS