મા માટે શોએબ ઈબ્રાહિમે મુંબઈમાં ખરીદ્યું ઘર

મુંબઈ, શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કડ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર કપલ્સમાંથી એક છે. હાલ તેમના ઘરમાં ખુશીનો માહોલ છે, કારણ કે એક્ટરે લાંબા સમયથી સેવેલું સપનું આખરે પૂરું થયું છે. હેન્ડસમ એક્ટરે મુંબઈમાં પહેલી પોપર્ટી ખરીદી છે અને આ વિશેની જાહેરાત પત્ની સાથે તેના ર્રૂે્ેહ્વી ચેનલ પરના નવા વ્લોગમાં કરી હતી.
દીપિકા પોતે પણ પોતાનો ઉત્સાહ દબાવી શકી નહોતી અને ખુશીથી ઉછળી પડી હતી. શોએબે જણાવ્યું હતું કે ‘હું તમારા સાથે એક ગુડ ન્યૂઝ શેર કરવા માગુ છું. મેં આખરે મુંબઈમાં પોતાની પ્રોપર્ટી ખરીદી લીધી છે. હું ૨૦૦૯માં મુંબઈમાં આવ્યો હતો અને આખરે ૨૦૨૨માં હું ઘર ખરીદવામાં સફળ રહ્યો છું.
૧૩ વર્ષ જૂનું સપનું પૂરું થવા જઈ રહ્યું છું. હું મુંબઈમાં એક પ્રોપર્ટી ખરીદી રહ્યો છું પોતાના નામથી. આ દરમિયાન દીપિકા પણ વચ્ચે ખુશીથી કૂદી પડી હતી અને પતિને ક્યૂટ કહ્યો હતો. આગળ તેણે કહ્યું હતું કે, ‘હું મારા મમ્મી માટે ઘર ખરીદી રહ્યો છું.
દીપિકા, જે શોએબની બાજુમાં બેઠી હતી તેણે કહ્યું હતું કે બિલ્ડિંગ અને ફ્લેટ જ્યાં અમે રહીએ છીએ, તેની સૌથી સારી વાત એ છે કે મેં મારી પહેલી પ્રોપર્ટી મુંબઈમાં જ્યાં ખરીદી હતી તે આ ફ્લેટ છે. જ્યારે શોએબ અમ્મી અને દરેકને લઈને મુંબઈ આવ્યો ત્યારે અમારા ઘરની નીચેનું ઘર ભાડા પર ઉપલબ્ધ હતું. અમે તે ભાડે લીધું હતું. ત્યારથી અત્યારસુધી અમ્મી અને દરેક એ જ ઘરમાં ભાડા પર રહે છે.
ચાર વર્ષ પહેલા જ્યારે માલિકે ઘર વેચવા કાઢ્યું ત્યારે શોએબને તે ખરીદવાની તક મળી હતી, પરંતુ તે લઈ શક્યો નહોતો. આ વિશે વાત કરતાં કપલે કહ્યું હતું કે, તે વિશે શક્ય નહોતું પરંતુ આજે તેમ તે કરી શક્યો છે.
શોએબે આગળ જણાવ્યું હતું કે, તે જ સોસાયટીના અલગ વિંગમાં તેનો પરિવાર રહેવા જાય તેમ એ ઈચ્છતો નહોતો કારણે તે પરિવાર સાથે વધારે સમય વિતાવતો રહે છે. તેણે જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિનું સપનું પોતાનું ઘર ખરીદવાનું અને નેમ પ્લેટ પર પોતાનું નામ હોય તેવું હોય છે.
મેં અગાઉ તેમ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ઘણી જવાબદારીઓ હતી અને હજી છે. પરંતુ સ્થિત હવે સુધરી ગઈ છે, મારી બહેન તેના જીવનમાં આગળ વધી રહી છે. સપનું તમારા બધાના સપોર્ટ અને પ્રાર્થનાના કારણે શક્ય બન્યું છે.
તમે બધા મારી જર્નીના મહત્વના ભાગ રહ્યા છો. શોએબ ઈબ્રાહિમે આગળ પત્ની દીપિકા કક્કડના વખાણ કર્યા હતા અને તેને સેલ્ફ-મેડ ગણાવી હતી. ‘દરેક જાણે છે કે દીપિકા મારી સરખામણીમાં વધારે પોપ્યુલર છે. હું ખુશીથી તેનો સ્વીકાર કરું છું અને મને તેના પર ગર્વ છે.
જીવનમાં ટૂંક સમયમાં તેણે ઘણું હાંસલ કર્યું છે. જે લોકો પણ તેની જેમ આપબળે બધું સંભાળે છે તેમને સલામ છે. આ જ સમયે, મને ખુશી છે કે મેં પોતાની રીતે કંઈક ખરીદ્યું છે. બધું અમારું છે.
સંબંધો મજબૂત ત્યારે બને છે જ્યારે કપલ એકબીજાને સપોર્ટ કરે છે’, તેમ તેણે કહ્યું હતું. દીપિકાએ ઉમેર્યું હતું કે મને ગર્વ થાય છે કારણ કે શોએબ તે પુરુષ નથી જે માત્ર કહેવા માટે કહે છે. તે જે કહે છે તેમ કરે પણ છે. તે દરરોજ એ વાતનો અનુભવ કરાવે છે કે તેને મારા પર ગર્વ છે. અમારી વચ્ચે અહંકાર નથી.SS1MS