મા સાથે લંચ પર ગયેલા નિકની પ્રિયંકાએ જાસૂસી કરાવી
પ્રિયંકા ચોપરાએ તેની ઓટોબાયોગ્રાફી અનફિનિશ્ડમાં તેના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. પર્સનલ રિલેશનશિપ તેમજ નિક જાેનસને ડેટ કરવાથી લઈને તેની પ્રોફેશનલ લાઈફ વિશે કેટલીક અજાણી વાતો જણાવી છે. એક્ટ્રેસે હાલમાં તેવો પણ ખુલાસો કર્યો છે કે, તેણે નિક જાેનસની જાસૂસી કરવા માટે કોઈને તેની પાછળ મોકલ્યો હતો.
ઓટોબાયોગ્રાફી અનફિનિશ્ડને પ્રમોટ કરવા દરમિયાન, પીસીએ (પ્રિયંકા ચોપરા) કહ્યું કે, તેને થોડો કંટ્રોલ ઈશ્યૂ છે અને તેને આસપાસની સ્થિતિને કંટ્રોલમાં રાખવી ગમે છે. ગુંડે એક્ટ્રેસે ખુલાસો કર્યો કે, જ્યારે તે મીટિંગમાં વ્યસ્ત હતી
ત્યારે નિક જાેનસે તેની મમ્મી મધુ ચોપરાન લંચ માટે બહાર લઈ જવાનું નક્કી કર્યું હતું. પ્રિયંકાને તે વિચિત્ર લાગ્યું હતું અને તેથી તેણે તેની સિક્યુરિટીને તેમની તસવીરો લેવા માટે પાછળથી મોકલી હતી. જેથી તે, બંનેની બોડી લેંગ્વેજ જાણી શકે. નિક સાસુ મધુને એટલા માટે લંચ પર લઈ ગયો હતો કારણ કે તે લગ્ન માટે પરમિશન લેવા માગતો હતો.
પ્રિયંકાએ પોતાના પુસ્તકમાં નોઝ સર્જરીથી લઈને ફિલ્મી દુનિયામાં ડિરેક્ટર-પ્રોડ્યૂર તરફથી થયેલા કડવા અનુભવો પણ વર્ણવ્યા છે. જેનો સામનો જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી ત્યારે કરવો પડ્યો હતો. પ્રિયંકા અને નિકે રાજસ્થાનના જાેધપુરના ઉમૈદ ભવન પેલેસમાં ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં ઉમૈદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા.
બંનેએ હિંદુ અને ક્રિશ્ચન એમ બે વિધિથી લગ્ન કર્યા હતા. કપલના લગ્નને વર્ષ થઈ ગયા છે ત્યારે, હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાએ બેબી પ્લાનિંગ વિશે વાત કરી હતી.
તેણે કહ્યું કે, તે નિક જાેનસ પાસેથી એક કરતાં વધુ બાળકો ઈચ્છે છે. તો નિક જાેનસે કહ્યું હતું કે, તેણે બેબી પ્લાનિંગનો સંપૂર્ણ ર્નિણય પ્રિયંકા પર છોડ્યો છે. આ સિવાય પ્રિયંકા જે પણ ર્નિણય લેશે તેમાં તે તેને સાથ આપશે. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા છેલ્લે રાજકુમાર રાવ સાથે ધ વ્હાઈટ ટાઈગરમાં જાેવા મળી હતી.
જેમાં તેની એક્ટિંગના વખાણ થયા હતા. હવે પીસી પાસે બોલિવુડની બે મોટી ફિલ્મો પણ છે. તે મેટ્રિક્સ ૪માં જાેવા મળશે. આ સિવાય તેણે હાલમાં જ લંડનમાં ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ પતાવ્યું હતું.