મિંત્રાએ એન્ડ ઓફ સિઝન સેલ (EORS)ની પ્રતિ મિનિટ 20 હજાર ઓર્ડર લેવાની ક્ષમતા
દેશની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મિંત્રાની એન્ડ ઓફ સિઝન સેલ (EORS) 19 જૂનથી શરૂ થશે. દેશભરના ખરીદદારો 3000થી વધુ ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડની 7 લાખથી વધુ સ્ટાઈલ્સ એક્સેસ કરી શકશે. EORSની બારમી એડિશન 19જૂનથી 22 જૂનના રોજ યોજાશે. મિંત્રા સાથે જોડાઈ ઘેરબેઠા 30 લાખ લોકો શોપિંગ કરશે.
એવો આશાવાદ મિંત્રાએ વ્યક્ત કર્યો છે. છમાસિક EORSની વર્તમાન એડિશનમાં 7 લાખથી વધુ સ્ટાઈલ્સ ઓફર કરવામાં આવી છે. જેમાં પ્રથમ વખત ખરીદી કરતાં ખરીદદારો માટે સ્પેશિયલ ઓફર, પ્રથમ ટ્રાન્જેક્શ પર રૂ. 500ની છૂટ, પ્રથમ મહિના માટે ફ્રી ડિલિવરી સહિત યુનિક ઓફર્સ ઉપલબ્ધ રહેશે. ખરીદદારો એચડીએફસીના ડેબિટ-ક્રેડિટ કાર્ડ પર વધારાનુ 10 ટકા ડિસ્કાઉન્ટ અને એચડીએફસી કાર્ડ મારફત ઈએમઆઈ પર 10 ટકા કેશબેક મેળવી શકશે.
બ્રાન્ડની વિશાળ રેન્જ
ગ્રાહક એલેન સોલી, લુઈસ, ફિલિપ, લેકોસ્ટ, કેલ્વિન ક્લેઈન, એચએન્ડએમ, નાઈકી, એડિડાસ, પુમા, રોડસ્ટર, એચઆરએક્સ, મેન્ગો, ફોરેવર21, રાઉડી, ઠોમી હિલફિગર, રોંગ, જેક એન્ડ જોન્સ, ફ્લાઈંગ મશીન, ધ હમ્બલ કો. માર્ક્સ એન્ડ સ્પેન્સર, ઓલ અબાઉટ યુ, હાઉસ ઓફ પટૌડી, મસ્ત એન્ડ હાર્બર, ડોરોથી, પર્કિન્સ, ડબ્લ્યુ, બિબા, ગ્લોબલ દેસી સહિત અન્ય બ્રાન્ડમાંથી શ્રેષ્ઠ કિંમતે મનપસંદ ફેશનવેર, એસેસરિઝ, બ્યુટી પ્રોડક્ટ્સ, હોમ ડેકોર સહિત અન્ય ચીજો ખરીદી શકશે.
મિંત્રાએ મિંત્રા ફેશન બ્રાન્ડસ માટે એપરલ, એસેસરિઝ, ફુટવેર સહિત 10 હજાર પ્રોડક્ટ્સ અને સ્ટાઈલ્સ માટે કલેક્શન વધાર્યુ છે. જેમાં ડ્રેસબેરી, અનૌક, સાંગ્રીયા, એથર, ટાવી, કુક એન કિચ, સહિત એમએફબીની ટોચની બ્રાન્ડ સામેલ છે. મિંત્રાએ ઈવેન્ટના ભાગરૂપે પ્લેટફોર્મ પર ચિકો, ખાદીમ, કાર્લ્સ એન્ડ કૈથ, લા સેન્ઝા, ગ્લોબસ, GANT, Budweiser જેવી 50 નવી બ્રાન્ડ લોન્ચ કરી છે.