મિઆ બાય તનિષ્ક મિઆસૂત્ર સાથે પરંપરાઓને નવો અર્થ આપશે
ભારતમાં પરંપરાઓ એકતા અને સંસ્કૃતિની ઉજવણી છે. આધુનિક ભારતીય મહિલાઓ તેની પરંપરાઓને પસંદ કરે છે, પણ સાથે સાથે પરંપરાઓ જળવાઈ રહે અને અભિવ્યક્તિઓમાં પરિવર્તન થાય એ રીતે બદલાવ પણ ચાહે છે. ભારતની સૌથી વધુ ફેશનેબલ જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક મિઆ બાય તનિષ્કે ‘મિઆસૂત્ર’ નામની આધુનિક મંગળસૂત્રની રેન્જ પ્રસ્તુત કરી છે, જેમાં મિઆ=મારું અને સૂત્ર=સૂત્ર અર્થ ધરાવે છે.
મિઆના આધુનિક મંગળસૂત્રની રેન્જ અત્યાધુનિક, સમકાલીન અને ઓછું વજન ધરાવતી રેન્જ છે, જે એને હવે નવવધૂ બનનારી મિલેનિયલ વ્યક્તિને એની સ્ટાઇલ અને એના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરવાની સાથે દરરોજ પહેરવા માટે પરફેક્ટ છે. મિઆસૂત્ર દરેક નવવધૂના લગ્નની જવેલરીમાં પરફેક્ટ છે, જે પરંપરા અનુસાર આભૂષણો પહેરવામાં માનવાની સાથે આધુનિક દેખાવ આપે છે.
મિઆમાં પવિત્ર મંગળસૂત્ર ઇન્ફિનિટીનું સિમ્બોલ ધરાવે છે, જે અનંત પ્રેમ, પ્રેમની શક્તિ અને સુંદરતાનું પ્રતીક છે. ઇન્ફિનિટીનું આ સિમ્બોલ સુંદરતા અને સરળતા સાથે પણ જોડાયેલું છે, જે મિઆસૂત્રને દરરોજ પહેરવા માટે શ્રેષ્ઠ વિવિધતાસભર અને સુંદર બનાવે છે.
નવું પ્રસ્તુત થયેલું કલેક્શન અર્થપૂર્ણતા, લાલિત્ય અને સુંદરતાનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે. આ આધુનિક મહિલા માટે છે, જે પરંપરાને અર્થસભર બનાવવાનું પસંદ કરે છે. મિઆસૂત્રો શ્રેષ્ઠ લૂક આપશે તથા દરરોજ ઓફિસવેરથી લઈને લગ્ન માટે, પાર્ટીઓ પછી, મિત્રો સાથે બહાર જવા અને અન્ય ઘણા પ્રસંગોએ ધારણ કરવા માટે ફેશનેબલ પણ છે.
આ નવા કલેક્શન પર મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ શ્રીમતી શ્યામલા રામાનને કહ્યું હતું કે, “મિઆમાં અમે મહિલાની પરંપરા અને એની લાગણીઓને અભિવ્યક્ત કરવામાં માનીએ છીએ. બ્રાન્ડ નવી મિલેનિયલ નવવધૂઓની લાગણીનું સુસંગત છે તથા એની પ્રતિબદ્ધતા અને પ્રેમને વ્યક્ત કરવાના મૂલ્યોને સમજે છે.
મિઆસૂત્રોની બ્રાન્ડની લેટેસ્ટ રેન્જ એવી મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે તેમની સુવિધા સાથે પ્રાચીન પરંપરાઓની ઉજવણી કરે છે. આ આધુનિક મંગળસૂત્રો સુંદરતા અને લાવણ્યતાનું પ્રતીક છે તથા કોઈ પણ લૂક સાથે ધારણ કરી શકાય એવી આધુનિકતાનો સ્પર્શ ઉમેરે છે. અમે મહિલાઓને મિઆની નવી ઓફર સાથે તેમની પરંપરાઓ જાળવવાની અપીલ કરીએ છીએ તથા તેમની રીતે દરરોજ પ્રેમનું પ્રતીક ધારણ કરવા અપીલ કરીએ છીએ.”
મિઆ બાય તનિષ્કની સ્ટાઇલિશ અને આધુનિક મંગળસૂત્ર નેકલેસ અને બ્રેસલેટની રેન્જમાં પસંદ કરો, જે શુદ્ધ 14 કેરેટ ગોલ્ડમાં કાળા મોતીઓનો પરંપરાગત સ્પર્શ ધરાવે છે. ‘મિઆસૂત્ર’ કલેક્શન હવે મિઆ સ્ટોર્સમાં, તનિષ્કના પસંદગીના સ્ટોર્સમાં અને https://www.miabytanishq.com/માં ઉપલબ્ધ છે, જેની કિંમતની રેન્જ રૂ. 10,000થી શરૂ થાય છે.