મિઝોરમના ચમ્ફાઈ પાસે 4.6ની તિવ્રતાએ ભુકંપના આંચકા અનુભવાયા
નવી દિલ્હી, ભારતના ઘણાં રાજ્યોમાં છેલ્લા ઘણાં દિવસોથી ભુકંપના આંચકાઓ આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. મિઝોરમમાં ચિમ્ફાઈ પાસે શુક્રવારે ભુકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 4.6ની નોંધાઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભુકંપના આંચકા બપોરે 2.35 કલાકે આવ્યા.
આ પહેલા 28 જુન એટલે કે રવિવારે બપોરે મેઘાલયના તુરા પાસે ભુકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી પ્રમાણે ભુકંપના આંચકા બપોરે 12.24 મિનિટ પર અનુભવાયા. સેન્ટરે જણાવ્યું કે, રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.9 રહી હતી. જ્યારે 26 જુન શુક્રવારે પણ મેઘાલયના તુરામાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. મેઘાલયના પશ્ચિમમાં 79 કિમી દુર રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 3.3ની હતી. આ પહેલા પણ પૂર્વોત્તરના અસમના ગુવાહાટી, મેઘાલય, મણિપુર અને મિઝોરમમાં ભુકંપના હળવા આંચરા અનુભવાયા હતા. તેની તિવ્રતા 5.1 હતી ત્યારે મિઝોરમના આઈઝોલમાં તેનું કેન્દ્રબિંદુ હતું.