Western Times News

Gujarati News

મિઝોરમમાં સતત ત્રીજા દિવસે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

ઇમ્ફાલ: પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં છેલ્લા બે દિવસથી સતત ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. આજે એક વાર ફરીથી અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા ૪.૧ નોંધવામાં આવી છે. માહિતી અનુસાર ભૂકંપનુ કેન્દ્ર ચંફાઈથી ૩૧ કિલોમીટર દૂર દક્ષિણમાં છે. નેશનલ સેન્ટર ફાર સિસ્મોલાજી તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.

એનસીએસ તરફથી કહેવામાં આવ્યુ છે કે ભૂકંપના ઝટકા સવારે ૮.૦૨ વાગે અનુભવાયા છે. અત્યાર સુધી આ ઝટકામાં કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. છેલ્લા ત્રણ દિવસથી આવી રહ્યો છે મિઝોરમમાં ભૂકંપ આ પહેલા રવિવારે રાતે સોમવારની સવારે અને મંગળવારે રાતે પણ મિઝોરમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મંગળવારની મોડી રાતે લગભગ ૧૧.૩૦ વાગે એક વાર ફરીથી ભૂકંપથી ધરતી હલવાના સમાચાર સામે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફાર સિસ્મોલાજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી. ભૂકંપના ઝટકા ચંફાઈથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં લગભગ ૭૦ કિલોમીટર દૂર અનુભવાયા. તમને જણાવી દઈએ કે સોમવારે પણ મિઝોરમમાં ૫.૫ની તીવ્રતાનો એક જોરદાર ઝટકો આવ્યો હતો

જેનાથી ઘરોમાં તિરાડો આવી ગઈ હતી. પીએમે કરી હતી સ્થિતિની સમીક્ષા સોમવારે આવેલા ભૂકંપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગા સાથે ફોન પર વાત કરી અને ભૂકંપ બાદની સ્થિતિની માહિતી લીધી. સાથે જ પ્રધાનમંત્રીએ તેમને દરેક સંભવ મદદનુ પણ આશ્વાસન આપ્યુ હતુ. ખુદ મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે માત્ર ૧૨ કલાકની અંદર સતત બે ભૂકંપના ઝટકાથી મિઝોરમને ઘણુ નુકશાન થયુ છે. ઘણા ઘરો અને ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા પ્રશાસને ભૂકંપથી થયેલ નુકશાનની સમીક્ષા કરી. સતત આવી રહ્યા છે ભૂકંપના ઝટકા મિઝોરમમાં સતત આવી રહેલા ભૂકંપના કારણે લોકોમાં ડર બેસી ગયો છે. ૨ જૂને સવારે ભૂકંપ આવ્યો હતો.

સોમવારે પણ રાજ્યમાં ૫.૫ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા. માહિતી અનુસાર સવારે ૪.૧૦ વાગે મિઝોરમના ચંફાઈમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. આ પહેલા રવિવારે મિઝોરમ સહિત પૂર્વોત્તરના પાંચ રાજ્યોમાં ભૂકંપની કંપન અનુભવાઈ હતી. આમાં અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા શામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.