મિતાલી નાગ શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં પાછી ફરશે
મુંબઈ, ગત માસમાં ગુમ હૈ કિસી કે પ્યાર હૈના ફેન્સને જ્યારે જાણવા મળ્યું કે એક્ટ્રેસ મિતાલી નાગે શૉ છોડવાનો ર્નિણય લીધો છે તો તેઓ ચોંકી ગયા હતા. મિતાલી નાગે એકાએક શૉ છોડવાનો ર્નિણય લીધો હતો. આ સીરિયલમાં તે નીલ ભટ્ટની બહેન દેવયાની દેશપાંડેના રોલમાં જાેવા મળતી હતી. મિતાલીએ નિર્માતા સાથે ક્રિએટીવ મતભેદો થવાને કારણે શો છોડવાનો ર્નિણય લીધો હતો. તે સીરિલયના ટ્રેકથી ખુશ નહોતી. જાે કે, તેના અને મેકર્સ વચ્ચેના મતભેદોનું નિરાકરણ આવી ગયું છે અને તેણે શોમાં પાછા ફરવાનો ર્નિણય લીધો છે.
મિતાલી નાગે જણાવ્યું કે, જ્યારે મેં શૉ છોડવાનો ર્નિણય લીધો તો મારા માટે તે સરળ ર્નિણય નહોતો. મને લાગ્યું કે દેવયાનીના કેરેક્ટર અને ટ્રેકના તમામ પાસાઓને દર્શાવવામાં આવી ચૂક્યા છે, અને આગળ સ્કોપ ઘણો ઓછો હતો. આ જ કારણે મેં દેવયાનીનું પાત્ર અને શૉ છોડવાનો ર્નિણય લીધો. અત્યાર સુધી કરવામાં આવેલા તમામ ર્નિણયોમાં તે સૌથી મુશ્કેલ ર્નિણય હતો. શૂટિંગનો અંતિમ દિવસ ૧૨ જુલાઈના રોજ હતો. મિતાલી નાગર જણાવે છે કે, શોના ફેન્સ દ્વારા તેને સતત મેસેજ કરવામાં આવ્યા, જેના કારણે તેણે પોતાના ર્નિણય પર ફરીથી વિચાર કર્યો. મેકર્સે પણ મારું રાજીનામું સ્વીકાર નહોતું કર્યું. આ જ કારણે હું મીડિયા સાથે આ બાબતે કોઈ વાત નહોતી કરતી.
દર્શકોના પ્રેમને કારણે હું મારા ર્નિણય પર વિચાર કરવા માટે મજબૂર થઈ ગઈ. મિતાલી જણાવે છે કે, હું ગુમ હૈ કિસી કે પ્યાર હૈના દર્શકોને પ્રાથમિકતા આપીશ કારણકે તે સકારાત્મકતાના નિરંતર સ્ત્રોત હતા. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર તેમણે મને ઘણો પ્રેમ આપ્યો છે, અને મારા ર્નિણય પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરિત કરી છે. તેમણે મને જણાવ્યું કે, દેવયાની શૉમાં ટકી રહે તે તેમના માટે ઘણું જરૂરી છે. નિર્માતાઓએ પણ મને આશ્વાસન આપ્યું કે એક્ટર તરીકે શૉને મારી જરુર છે. માટે મેં શૉ સાથે જાેડાયેલા રહેવાનો ર્નિણય લીધો.SSS