મિત્રએ મિત્ર સાથે છેતરપીંડી કરી ૮૦ લાખનો ચૂનો ચોપડ્યોઃ કેરળના જંગલમાંથી ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, અંકલેશ્વર શહેરમાં આદર્શ સોસાયટીમાં રહેતા ONGCના નિવૃત કર્મચારી રીખવદેવ તીર્થરામ શર્મા નિવૃત્તિ બાદ રાજપારડીમાં ક્વોરીનો વ્યવસાય કરે છે. જેનો ૮ વર્ષ પૂર્વે બેટરીની જરૂરિયાત ઉભી થતાં બીજુ પી.એ સાથે પરિચય થયો હતો.જે બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી.દરમ્યાન ધંધા અર્થે બીજુએ રૂપિયાની જરૂર ઉભી થઈ હોવાનું જણાવી ૬ જેટલા ચેક અને રોકડ સ્વરૂપે રૂપિયા ૮૦ લાખ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી લીધા હતા.૨૦૧૬ થી ૨૦૧૮ દરમ્યાન છેતરપિંડી કરતા ૨૦૧૯ માં ફરીયાદ નોંધાઈ હતી.
ત્યાર બાદ ફરિયાદી દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરતા ફોન ઉપર અને મેસેજ પર કબૂલાત કર્યા બાદ રાતોરાત અંકલેશ્વરનું ઘર છોડી કેરળ ખાતે નાસી ગયો હતો.ત્યારબાદ પણ રીખવદેવ તીર્થરામ શર્મા રૂપિયા પરત માગતા બંને હાથ ઉંચા કરી હતા
.છેલ્લા ૧ વર્ષથી ફરાર બંને સાળા બનેવી કેરળમાં હોવાની માહિતી અંકલેશ્વર શહેર પોલીસને મળતા કેરળ પોલીસ ની મદદ થી ટીમે જંગલો ખુંદી ઝુંપડા માંથી ઝડપી પાડ્યો હતો.તેનો કોરોના ટેસ્ટ કરાવી અંકલેશ્વર લઈ આવ્યા હતા.જેને અંકલેશ્વરમાં કોર્ટમાં રજુ કરતા ૫ દિવસ ના રિમાન્ડ મંજુર થયા હતા.
બનાવ અંગે વધુ માહિતી આપતા ડી.વાય.એસ.પી એમ.પી ભોજાણીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ માં રૂપિયા પોતાના પર થયેલ દેવું માં લોકો ચૂકવી દીધા હતા. પોલીસે તેના સાળા મનોજ કે.ઉલ્લાહનની ક્યાં છે અને ૮૦ લાખ રૂપિયા રિકવર કરવાની તજવીજ આરંભી હતી.