મિત્રના હાથે મળ્યું મિત્રને મોત
રાજકોટ, રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જાેઈ જતા ઉશ્કેરાયેલા પતિએ પોતાના મિત્ર અને પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે મંગળવારના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો.
હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ અખ્તરના જ મિત્ર હુસૈને કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અખ્તર અને નેન્સી જ્યારે એકાંત માણી રહ્યા હતા. ત્યારે નેન્સીનો પતિ અને અખ્તરનો મિત્ર હુસેન ત્યાં જઈ ચડ્યા હતા.
પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જાેઈ જતા હુસેન રોષે ભરાયો હતો. જેના કારણે તેણે પોતાની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારના ત્રણ જેટલા ઘા પોતાના જ મિત્રોને ઝીંકી દીધા હતા. અખ્તર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં તેણે દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીએ અન્ય કોઇ કારણોસર પોતાના જ મિત્રની હત્યા કરી છે કે કેમ તે પોલીસ પૂછપરછ બાદ જ સામે આવશે. જાણવા મળતી માહિતી મુજબ હત્યા કરનાર હુસેને નેન્સી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પોતે જે યુવતીને પ્રેમ કરતો હોય તેમજ જેની સાથે લગ્ન કર્યા હોય તેજ યુવતી પોતાના જ મિત્ર સાથે અનૈતિક સંબંધ ધરાવતી હોય જેના કારણે હુસેને પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.SS1MS