મિત્રને સોરી કહેવા માટે ૧૫ વર્ષ સુધી શોધતો રહ્યો શખ્સ

નવી દિલ્હી, દુનિયામાં વિવિધ પ્રકારના લોકો છે અને તેમની વિચારસરણી પણ અલગ છે. કેટલાક લોકો એવા હોય છે જે કોઈપણ ઉંમરે કોઈનું દિલ દુભાવવા નથી માંગતા, જ્યારે કેટલાક એવા પણ હોય છે જેમને પોતાની ભૂલનો થોડો મોડો ખ્યાલ આવે છે.
એવું જ કંઈક એર્વિન નામના વ્યક્તિ સાથે થયું. તેણે નાનપણમાં પોતાના કોઇ ક્લાસમેટ સાથે ખરાબ વર્તન કર્યુ હતુ જેનો પસ્તાવો તેને મોટા થયા બાદ થઇ રહ્યો હતો.
જૉ એર્વિનને જ્યારે તેની ભૂલનો અહેસાસ થયો, ત્યારે તેણે તેના ક્લાસમેટની માફી માંગવાનો વિચાર આવ્યો, પરંતુ મુશ્કેલી એ હતી કે તેને કેવી રીતે શોધવો. તેણે ટિકટોક વીડિયો દ્વારા તેના ક્લાસમેટની માફી માંગવાનું નક્કી કર્યું અને પસ્તાવાથી ભરેલો સંદેશ પોસ્ટ કર્યો.
થોડી જ વારમાં તેનો મેસેજ વાયરલ થઈ ગયો. જાે એર્વિન એક કોમેડિયન છે અને તે ટિકટોક પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેણે હાલમાં જ તેના ફોલોવર્સને કહ્યું હતું કે તેણે બાળપણમાં એક ભૂલ કરી હતી, જેના વિશે તેને હજુ પણ ખરાબ લાગે છે. તેણે જણાવ્યું કે બાળપણમાં તે તેના એક ક્લાસમેટને હેરાન કરતો હતો.
માર્ચમાં પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે તે પહેલા ધોરણમાં ભણતો હતો અને દરરોજ તેના એક ક્લાસમેટનું લંચ ચોરીને તેની સામે જ ખાતો હતો. તેણે તેના ક્લાસમેટનું નામ ડાયલન જણાવ્યુ છે અને કહ્યું કે તે તેની બાજુમાં બેસતો હતો અને નાનો હતો.
આવી સ્થિતિમાં, તેને લાગતું હતું કે તેને મોટા બાળકોની જેમ ભૂખ નથી લાગતી. તેને ડાયલને અટકાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા તેણે જણાવ્યુ હતુ કે, તેને તે પસંદ નથી, તેમ છતાં એર્વિને તેમ કરવાનું ચાલુ રાખ્યું.
એર્વિને ૧૫ વર્ષ બાદ પોતાની કરતૂત માટે દુનિયાની સામે ડાયલનની માફી માંગી છે. તેણે કહ્યું – ‘ડાયલન, જાે તમે આ જાેઈ રહ્યા છો, તો હું તમારી માફી માંગુ છું અને તમને સૌથી મોંઘા પિઝા ખવડાવવા માંગુ છું. હું જાણું છું કે આ બધું ઠીક નથી થવાનું, પરંતુ હું તમારી માફી માંગવા માંગુ છું.’ આ ક્લિપને અત્યાર સુધીમાં ૯ મિલિયન વખત જાેવામાં આવી છે.
એર્વિન એ પણ કહ્યું છે કે આખરે તેને જૂની યરબુકમાંથી ડાયલન મળી ગયો છે, પરંતુ તેને તે યાદ નથી. હા, તેણે પિઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તે જલ્દી જ તેને મળશે.SSS