મિત્રોએ ભેગા થઈ રિક્ષા ડ્રાયવરના કિડનીના ઈલાજનો તમામ ખર્ચ ઉઠાવ્યો

પ્રતિકાત્મક
રીક્ષાચાલકનો જીવ બચાવવા પરિવારને હિન્દુ યુવા સંગઠન દ્વારા મદદ કરવામાં આવી-ડોક્ટરે પણ માનવતાના ધોરણે પૈસા ઓછા લીધા
પાલનપુર, હિન્દુ યુવા સંગઠન અને ડો.ઉમંગભાઈ વૈષ્ણવ દ્વારા ગરીબ પરિવારના ગોવિંદભાઈ પત્નીની મદદ કરી માનવતાનું કામ કરવામાં આવ્યું છે. હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવાયું હતું કે, ચાર દિવસ અગાઉ અમને પાલનપુરમાંથી કોલ આવ્યો હતો, કે એક ભાઈને કીડનીમાં પાણી ભરાઈ ગયું હતું.
અને સ્વસ્તિક આઈસીયુમાં દાખલ છે રૂપિયા ન હોવાથી સારવાર થઈ શકે તેમ નથી. મદદ થાય તો કરો જેથી આમનો જીવ બચે સંગઠનના કાર્યકરો તાત્કાલિક પાલનપુર સ્વસ્તિક આઈસીયુમાં ગયા હતા અને એમના પરિવાર સાથે વાત કરી હતી. તો જાણવા મળ્યું કે અગાઉ આ ગોવિંદભાઈ પટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને અકસ્માતનાં કારણે કમરમાં નસ ફાટી જવાથી પથારી વસ થયાં હતાં.
એમને નાની નાની બે દીકરીઓ અને અને એક દીકરો છે અને ડીસાનાં ભોપાનગર વિસ્તારમાં રહે છે. હાલ એમના પત્ની શાકભાજી વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. પણ હાલ ગોવિંદભાઈને કિડનીમાં પાણી ભરાતા બે દિવસથી પાલનપુર સ્વસ્તિક આઈસીયુમાં દાખલ છે
એમની જાેડે બે પાળેલી બકરી હતી એ પણ વેચીને સારવાર ચાલુ કરાવી હતી પણ હવે કોઈ સગવડ નથી એવું જણાવ્યું હતું. બનસાકાંઠા હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ નિતીનભાઈ સોની અને પાલનપુર તાલુકા પ્રમુખ પંકજભાઈ બારોટ, અને સંગઠનના યુવા મિત્રો તબીબ ઉમંગભાઈ વૈષ્ણવને મળીને સારવાર ચાલુ કરાવી હતી.
અને ચાર દિવસ સારવાર કરાવી ઘરે સ્વસ્થ ખાનગી વાહનમાં મોકલાયા હતા સંપૂર્ણ ખર્ચ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરાવાયો હતો અને તબીબ ઉમંગભાઈ વૈષ્ણવ દ્વારા માનવતા રાખી બિલમાં ખુબ જ સારી રાહત કરાઈ હતી. હિન્દુ યુવા સંગઠન દ્વારા ડો.ઉમંગભાઈ વૈષ્ણવનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
તેમજ આ કાર્યમાં દિપકભાઈ કચ્છવા, પંકજભાઈ બારોટ, ચકાભાઈ ઠાકોર, પ્રકાશસિંહ સોલંકી, જીગાભાઈ ભોયણ, ઘનશ્યામભાઈ સોની, જયદીપભાઈ ચોખાવાલા, વિપુલભાઈ ઠક્કર, જીતુભાઈ ડાભી, મહેશભાઈ માળી અને બિગ ટુ ગેધર ગ્રુપનાં સહયોગથી આઈસીયુ બિલ દવાનું બિલ અને સીટી સ્કેનનો તમામ ખર્ચ ઉઠાવાયો હતો. આમ એક ગરીબ પરિવારના મોભને મદદ કરી હિન્દુ યુવા સંગઠન અને ડો.ઉમંગભાઈ વૈષ્ણવ દ્વારા માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.