મિત્રોના ખભા પર બેસીને અંકિતા-વિકી ઢોલના તાલે નાચ્યા
મુંબઈ, પવિત્ર રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિકી જૈનનું છેલ્લા બે-ત્રણ દિવસથી તેમના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. ૧૧મી ડિસેમ્બરે મહેંદી, ૧૨મી ડિસેમ્બરે સગાઈ યોજાઈ હતી. સોમવારે સાંજે અંકિતા લોખંડે અને વિકી જૈનની હલ્દી સેરેમની હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હલ્દી ફંક્શનમાં અંકિતા લોખંડે વિકી જૈનનો હાથ પકડીને પહોંચી હતી. રેડ કલરના ડ્રેસ અને શરારામાં બ્રાઈડ ટુ બી અંકિતા ગોર્જિયલ લાગી રહી હતી. જ્યારે વિકી જૈને વ્હાઈટ લહેંગો-પાયજામો પહેર્યો હતો. તો અંકિતાના મિત્રોએ પીળા કલરના કપડા પહેર્યા હતા. અંકિતા લોખંડેને હલ્દી ફંક્શનમાં પીતળના એક મોટા થાળમાં બેસાડવામાં આવી હતી.
સૌથી પહેલા પરિવારના સભ્યો અને બાદમાં મિત્રોએ તેને પીઠી લગાવી હતી. એક્ટ્રેસે પણ અમૃતા ખાનવિલકર સહિતની બહેનપણીઓને સામે પીઠી લગાવી હતી.
પીઠીની રસમ પૂરી થયા બાદ મિત્રોએ કપલ પર ગુલાબની પાંદડીઓનો પણ વરસાદ કર્યો હતો. વિકી જૈનને જીવનસાથી બનાવીને અંકિતા લોખંડે ખુશ છે અને એક્ટ્રેસની દરેક તસવીરો તેની સાબિતી છે. મહેંદી ફંક્શન અને સગાઈમાં અંકિતાએ જાેરદાર ડાન્સ કર્યો હતો. હલ્દીમાં પણ તેણે ડાન્સ કરવાની તક જતી કરી નહોતી.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, અંકિતા અને વિકીને તેના મિત્રોએ ઊંચકી લીધા છે, તેમના ચહેરા પર પીઠી છે અને તેઓ ગીત ગાવાની સાથે-સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. અંકિતા લોખંડેની ખાસ ફ્રેન્ડ અમૃતા ખાનવિલકરે પણ કપલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે અંકિતાના ગાલ પર કિસ કરતા જાેવા મળી રહી છે.
આ સિવાય અન્ય મિત્રો સાથે પણ પોઝ આપતી અંકિતાને જાેઈ શકાય છે. અંકિતા લોખંડે અને વિકી જૈન મંગળવારે મહારાષ્ટ્રિયન રિવાજ પ્રમાણે લગ્ન કરવાના છે. આ સિવાય મારવાડી રીતિ-રિવાજ પ્રમાણે પણ લગ્ન થશે. જણાવી દઈએ કે, વિકી જૈન બિઝનેસમેન છે અને તે તેમજ અંકિતા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.SSS