Western Times News

Gujarati News

મિથુનને પાર્ટીઓમાં કામ કર્યા પછી ભોજન મળતું હતું

મુંબઈ, મિથુન ચક્રવર્તી કલર્સના રિયાલિટી શો બિગ બોસના સેટની બહાર જાેવા મળ્યો હતો. આ દરમિયાન તેનો લુક જાેવા જેવો હતો. મિથુન ચક્રવર્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેના પર ફેન્સના અનેક રિએક્શન આવી રહ્યાં છે. મિથુનના આ વીડિયો પર કોમેન્ટ કરતાં ચાહકોએ દાદા ભાઈ લખ્યું છે. મિથુન દા રેસ્ટોરન્ટની ચેન ચલાવે છે. એક ઈન્ટરવ્યુમાં મિથુને કહ્યું કે કોરોના વાયરસે કાફલાને દબાવી રાખ્યો છે.

હું એક કપ કોફી પણ વેચી શકતો નથી. મિથુન કહે છે કે આજે પણ આત્મા કંપી ઉઠે છે કે રોજી રોટીવાળા મજૂરોએ આ મહામારીમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખ્યા હશે. તેનું જીવન બદથી બત્તર થઈ ગયું હશે. મિથુન ચક્રવર્તીએ પોતાના જીવન સાથે જાેડાયેલા રસપ્રદ ખુલાસા કર્યા છે.

વીતેલા દિવસોને યાદ કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું હું સતત કામ કરતો હતો જેથી હું વધુને વધુ પૈસા બચાવી શકું. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ વિચારતા હતા કે તેમની ફિલ્મમાં મને કોઈ એક્ટરનો રોલ નહીં આપે. તેથી મેં વિલન બનવાનું નક્કી કર્યું. હું મોટી પાર્ટીઓમાં ડાન્સ કરતો હતો.

જેથી મને ભોજન મળી શકે. મિથુન આગળ કહે છે, ‘મેં મારા જીવનમાંથી એક જ વસ્તુ શીખી છે કે તમારા સપનાને એટલું દબાણ કરો કે તે શરમાઈ જાય. ૭૧ વર્ષીય અભિનેતાએ જણાવ્યું કે મહામારી દરમિયાન હોટલમાં કામ કરતા સ્ટાફની હાલત ખરાબ થઈ ગઈ હતી.

જ્યારે અભિનેતાની રેસ્ટોરન્ટ્‌સ બંધ થવા લાગી, ત્યારે વસ્તુઓ ખરાબથી વધુ ખરાબ થઈ ગઈ. પછી તેણે તેની હોટલના સ્ટાફને કહ્યું કે જે પણ પૈસા ઓછા આવે છે, તેને તમારી વચ્ચે વહેંચો અને તમારી સંભાળ રાખો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.