મિથુન ચક્રવર્તી ચુંટણી લડશે નહીં,નવી યાદીમાં નામ નહીં
નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી માટે ભાજપે ૧૩ ઉમેદવારોની એક વધુ યાદી જારી કરી છે ભાજપની આ યાદી બાદ મિથુન ચક્રવર્તીની ચુંટણી લડવાની અટકળો પર વિરામ લાગી ગયો છે કારણ કે જે બેઠકથી મિથુન ચુંટણી લડવાના હોવાની ચર્ચા હતાં તે બેઠક માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.અને રાશબિહારી બેઠક માટે લેફિટનેંટ જનરલ સુબ્રતો સાહાને મેદાનમાં ઉતાર્યા છે. એક વધુ બેઠક કાશીપુર બેલગછિયાને લઇને પણ ચર્ચા હતાં
પરંતુ ત્યાં પણ ભાજપે શિવાજી સિન્હા રાયને ઉમેદવાર બનાવ્યા છે. આ બે બેઠકો હતો જેને લઇ અટકળો હતી કે મિથુન આ બે બેઠકોમાંથી એક બેઠક પર ચુંટણી લડશે જાે કે ભાજપના સુત્રોનું કહેવુ છે કે દક્ષિણ કોલકતાની પ્રતિષ્ઠિત બેઠક મિથુન ચક્રવર્તીને આપી શકાય છે કારણ કે કોલકતામાં જ સાત એપ્રિલે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા રેલીમાં મંચ સંયુકત કર્યું હતું જાે કે મિથુનની ટિકીટને લઇ પાર્ટી તરફથી હજુ કોઇ નિવેદન સામે આવ્યું નથી
એ યાદ રહે કે સોમવારે જ મિથુનના પરિવારે પુષ્ટી કરી હતી કે તેમણે કાશીપુર બેલગછિયાથી પોતાનું મતદાર કાર્ડ બનાવ્યું છે.મિથુનની બેન શર્મિષ્ઠા સરકારે કહ્યું હતું કે તેમણે મારા ઘરના સરનામે પોતાનું ઓળખ પત્ર બનાવ્યું છે તેઓ ખાનગી કારણે જયારે પણ કોલકતા આવે છે ત્યારે મારા ધરે જ રોકાય છે. એ યાદ રહે કે ટીએમસીના પૂર્વ રાજયસભાના સાંસદ રહી ચુકેલ મિથુન ભાજપમાં સામેલ થયા છે