Western Times News

Gujarati News

મિન્દા કોર્પોરેશનને ICSI નેશનલ એવોર્ડ સમારંભમાં ICSI CSR એક્સલન્સ એવોર્ડ એનાયત થયો

મુંબઈ, સ્પાર્ક મિન્દાની ફ્લેગશિપ કંપની મિન્દા કોર્પોરેશન લિમિટેડ (“મિન્દા કોર્પ” અથવા “કંપની” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે;NSE: MINDACORP, BSE: 538962)ને 18 ડિસેમ્બરના રોજ ઇમર્જિંગ કેટેગરીમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું મેનેજમેન્ટ કરવામાં ઇનોવેશન અને સસ્ટેઇનેબિલિટી લાવવા બદલ છઠ્ઠો આઇસીએસઆઈ સીએસઆર એક્સલન્સ એવોર્ડ મળ્યો હતો.

ભારતીય ઉદ્યોગજગતમાં સુશાસન માટે સંપૂર્ણ જાગૃતિ લાવવાના ઇરાદા સાથે એવોર્ડ કોર્પોરેટ વહીવટના ક્ષેત્રમાં વ્યવસાયો અને વ્યવસાયિકોની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપે છે અને બિરદાવે છે. આઇસીએસઆઈએ વિવિધ કંપનીઓના પ્રયાસોને બિરદાવવા કોર્પોરેટ વહીવટની વિવિધ કેટેગરીઓમાં અનેક એવોર્ડવિજેતાઓની જાહેરાત કરી હતી.

મિન્દા કોર્પોરેશન લિમિટેડ લોકો અને પૃથ્વીની સંકલિત અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે કામ કરવા કટિબદ્ધ છે તથા આ એવોર્ડ સીએસઆર ફિલ્ડમાં ઇનોવેશન અને સસ્ટેઇનેબિલિટીમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવાની દિશામાં કંપનીની કામગીરીનો પુરાવો છે.

આ એવોર્ડ પર ગ્રૂપ સીઇઓ અને ચેરમેન શ્રી અશોક મિન્દાએ કહ્યું હતું કે:   “અમને ગર્વ છે કે, સીએસઆરના ક્ષેત્રમાં અમારા પ્રયાસોને માન્યતા મળી છે અને આ પ્રકારના પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે પ્રશંસા પ્રાપ્ત થઈ છે.  આ દર્શાવે છે કે, મિન્દા આ ક્ષેત્રમાં કેટલી સારી કામગીરી કરી રહી છે, જે માટે લોકો અને પૃથ્વીની સંકલિત અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે એની ખંત અને કટિબદ્ધતા જવાબદાર છે. અમે આ સીમાચિહ્ન સર કરવાથી વધારે સારી કામગીરી કરવા પ્રેરિત થયા છીએ અને વધારે ઊંચા સીમાચિહ્નો સર કરવાનું જાળવી રાખીશું.”

ઇન્સ્ટિટ્યૂટ અને એવોર્ડવિજેતાઓના પ્રયાસોને બિરદાવતા ભારત સરકારના ગૃહ મંત્રી અને પ્રથમ સહકારી મંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “કોઈ પણ દેશની વૃદ્ધિ એના મજબૂત વહીવટી માળખા પર નિર્ભર છે અને કંપની સેક્રેટરીઓ ભારતની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “સરકારે ભારતીય ઉદ્યોગ જગતમાં સુશાસનની મજબૂત સંસ્કૃતિ સ્થાપિત કરવાની જવાબદારી કંપની સેક્રેટરીઓને સુપરત કરી છે અને તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. એટલે તેમની ભૂમિકા જોબ પોઝિશનથી વધારે છે. તેઓ દેશના વહીવટી માળખાને માળખાબદ્ધ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.