મિર્ઝાપુરના અભિનેતા વિક્રાંત મેસ્સીએ લગ્ન કરી લીધા?
મુંબઇ, બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસ્સીએ શીતલ ઠાકુર સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. એક્ટર વિક્રાંત મેસ્સીએ તારીખ ૧૪ ફેબ્રુઆરીના દિવસે શીતલ ઠાકુર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વિક્રાંત મેસ્સી અને શીતલ ઠાકુર વર્ષ ૨૦૧૫થી રિલેશનશિપમાં છે અને વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી. હવે પરંપરાગતરીતે તેઓ લગ્ન કરશે કે જેમાં નજીકના લોકો હાજરી આપશે.
એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસ્સીએ જણાવ્યું હતું કે તે વર્ષ ૨૦૨૦માં લગ્ન કરવાનો હતો. પણ, કોરોના વાયરસની મહામારીના કારણે ત્યારે લગ્ન કરવાનું ટાળ્યું. જાે લૉકડાઉન ના હોત તો મારા લગ્ન થઈ ચૂક્યા હોત’.
અહીં નોંધનીય છે કે વર્ષ ૨૦૧૯માં વિક્રાંતે તે વાતની પુષ્ટિ કરી હતી કે ૫ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેણે પ્રાઈવેટ ફંક્શનમાં ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે સગાઈ કરી લીધી છે. વિક્રાંત અને શીતલની રિંગ સેરેમનીમાં માત્ર તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયું હતું. બંનેએ ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં સગાઈ કરી હતી.
વિક્રાંત અને શીતલ અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથેની ક્યૂટ અને રોમાન્ટિક તસવીરો શેર કરતાં રહે છે. વિક્રાંત અને શીતલે છન્ બાલાજીની વેબ સીરિઝ બ્રોકનઃ બટ બ્યૂટીફુલના પહેલા એપિસોડમાં સાથે કામ કર્યું હતું. એક્ટર વિક્રાંત મેસ્સી ખૂબ ખુશ છે કારણકે તેણે પોતાની કમાણીથી પહેલું ઘર ખરીદ્યું હતું અને ગૃહ પ્રવેશ કર્યો છે.
‘મિર્ઝાપુર’થી પોપ્યુલારિટી મેળવનારા વિક્રાંત મેસ્સીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ગૃહ પ્રવેશની તસવીર શેર કરી હતી. જેમાં તેની સાથે ફિઆન્સે શીતલ ઠાકુર અને મમ્મી જાેવા મળ્યા હતા. વિક્રાંતે તસવીર શેર કરતાં લખ્યું હતું કે, “મારી હ્યૂમન મોદક અને બેટર હાફ સાથે.”
આ પોસ્ટ પર ફેન્સ અને મિત્રો વિક્રાંતને અઢળક શુભેચ્છાઓ આપી રહ્યા હતા ત્યારે એક્ટરે સ્પષ્ટતા કરતાં એમ પણ લખ્યું હતું કે, તમારી શુભેચ્છાઓ સંભાળીને રાખજાે. વિક્રાંત મેસ્સીએ ટેલિવિઝનથી કરિયરની શરૂઆત કરી હતી. સીરિયલ ‘બાલિકા વધૂ’એ વિક્રાંતને ઓળખ અપાવી હતી. ફિલ્મ ‘લૂંટેરા’થી વિક્રાંતે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જાે કે, વિક્રાંતને વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’થી ખૂબ લોકપ્રિયતા મળી હતી.
વિક્રાંતે ફિલ્મ ‘છપાક’માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘ક્રિમિનલ જસ્ટિસ’ નામની વેબ સીરીઝમાં પણ વિક્રાંતનું કામ વખણાયું હતું.SSS