Western Times News

Gujarati News

મિલિંદ સોમણની પત્ની અંકિતાનો ફૂટ્યો ગુસ્સો

મુંબઈ: બોલીવુડ એક્ટર અને મોડલ મિલિંદ સોમણની પત્ની અંકિતા કોંવર સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફેન ફોલોવિંગ ધરાવે છે. અંકિતા ઘણીવાર વર્કઆઉટ અને ફિટનેસના ફોટા અને વિડીઓ શેર કરતી રહે છે જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હવે અંકિતાઓ એના ઇન્સ્ટાગ્રામ પર ભારતમાં ઉત્તર-પૂર્વિય રાજ્યોના લોકો સાથે થતાં ભેદભાવનો મુદ્દો જાેર સાથે ઉઠાવ્યો છે. અંકિતાનું કહેવુ છે કે, ઉત્તર અને પૂર્વ રાજ્યોના લોકોને ત્યારે જ ભારતીય માનવામાં આવે છે

જ્યારે તેઓ દેશ માટે મેડલ જીતીને લાવે છે. અંકિતાએ આ મુદ્દો હાલમાં ઓલિમ્પિક રમતમાં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનાર મણિપુરની એથલીટ મીરાબાઇ ચાનૂ સાથે જાેડીને ઉઠાવ્યો છે. અંકિતાએ એના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું કે, જાે તમે ભારતના ઉત્તર પૂર્વ ભાગની સંબંધ રાખો છો તો તમે ત્યારે જ ભારતીય બની શખો છો જ્યારે તમે મેડલ જીતીને લાવો છો. નહીં તો અમને લોકોને ‘ચિંકી’, ‘ચાઇનીઝ’, નેપાળી’ અથવા હમણાંથી નવો શબ્દ આવ્યો છે ‘કોરોના’ જેવા નામથી બોલાવે છે. ભારત માત્ર જાતિવાદ નહીં પરંતુ ક્ષેત્રવાદ અને રંગભેદથી પણ પીડિત છે. હું મારા અનુભવથી કહી રહી છું.

અંકિતાની ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સ મોટા પ્રમાણમાં સપોર્ટ આપી રહ્યા છે. એક યુઝરનું કહેવુ છે કે, આ ખૂબ જ દુખદ અને નિરાશાજનક છે. સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાંય આપણામાં માનવતાની ખોટ છે.

અન્ય એક યુઝરનું કહેવુ છે કે, સાચુ લખ્યું છે, તમે તમારા દ્રષ્ટિકોણથી એકદમ સાચા છો અંકિતા. આ બધુ બદલાવું જાેઇએ. અંકિતા આ પહેલા પણ ઉત્તર ભારતમાં એમની સાથે થયેલા ભેદભાવ પર વાત કરી ચૂકી છે. નોંધનીય છે કે, મિલિંદ સોમણે ૨૨ એપ્રિલ ૨૦૧૮એ ઉંમરમાં પોતાનાથી ખૂબ જ નાની અંકિતા કોંવર સાથે બીજા લગ્ન કર્યા હતા. મિલિંદ સાથે લગ્ન કરી અંકિતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી અને ઘણી લોકપ્રિયતા પણ મેળવી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.