Western Times News

Gujarati News

મિલ્કતના હક્ક-ટાઇટલ રેવન્યુ ઓથોરીટી નક્કી કરી શકે નહી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદામાં ઠરાવ્યું છે કે, જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ ઓથોરીટી દ્વારા નક્કી થઇ શકે નહી. એ સુપ્રસ્થાપિત છે કે, જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ સક્ષમ સિવિલ કોર્ટ દ્વારા જ તેની સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે નક્કી થઇ શકે.

શહેરના સરદારનગર વિસ્તારમાં એક પ્રોપર્ટીની પ્રિમાઇસીસ સીલ કરવાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમાઇસીસ સીલ કરવાના અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાના હુકમને  જસ્ટિસ  વિપુલ એમ.પંચોલીએ રદબાતલ ઠરાવ્યા હતા અને અરજદારની પ્રિમાઇસીસના સીલ એક સપ્તાહમાં ખોલી નાંખવા અમ્યુકો સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. એટલું જ નહી, તા.૨૫-૩-૨૦૧૫ના કમેન્સમેન્ટ સર્ટિફિકેટની ટર્મ્સ એન્ડ કન્ડીશન મુજબ, બાંધકામ શરૂ કરવા અરજદારને પરવાનગી આપતો હુકમ પણ હાઇકોર્ટે કર્યો હતો.


અરજદાર મોહનલાલ પ્રતાપરાય ગેહાની દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, શહેરના સરદારનગર વિસ્તારમાં સર્વે નંબર ૨૩૫૫ ખાતે ૨૨૮.૭૯ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીનના મૂળ માલિકો-વારસો પાસેથી અરજદારપક્ષે તા.૧૭-૯-૨૦૧૩ અને તા.૧૦-૯-૨૦૧૩ના રોજ બે અલગ અલગ સેલ ડીડ મારફતે આ પ્રોપર્ટી ખરીદી હતી.

જેને પગલે રેવન્યુ ઓથોરીટીએ રજિસ્ટર્ડ સેલડીડ સર્ટિફાઇ કર્યા બાદ જરૂરી એન્ટ્રીઓ પણ ચડાવવામાં આવી હતી. ત્યારબાદ તા.૨૫-૩-૨૦૧૫ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપરોકત જગ્યાએ પાંચ માળના કોમર્શીયલ બાંધકામની રજાચિઠ્ઠી મંજૂર કરી હતી. તે મુજબ, ત્રણ માળનું બાંધકામ પણ કરી દેવાયું હતું.

બાદમાં અમ્યુકો દ્વારા અરજદારોને જણાવાયું હતું કે, સીટી ડેપ્યુટી કલેકટર(પૂર્વ) અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અભિપ્રાય વિના તમને બાંધકામ શરૂ કરવાનું સર્ટિફિકેટ અપાયું હતું અને તેથી તેનું સંપૂર્ણ વેરીફિકેશન ના થાય ત્યાં સુધી કોઇ વધુ બાંધકામ કરવુ નહી. જા તેમછતાં અરજદારપક્ષ તરફથી બાંધકામ ચાલુ રખાતાં કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જયાં સુધી તેમની વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યું હતું અને વધુમાં, અમ્યુકો દ્વારા પણ તા.૭-૮-૨૦૧૫ના રોજ અરજદારની ઉપરોકત પ્રિમાઇસીસ સીલ કરાઇ હતી.

અરજદારપક્ષ તરફથી એડવોકેટ શાર્વિલ પી.મુજમુદાર દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, પ્રસ્તુત કિસ્સામાં સત્તાવાળાઓએ કોઇપણ નિર્ણય કરતાં પહેલાં અરજદારને સુનાવણી કે સાંભળવાની તક જ આપી નથી. વળી, સત્તાવાળાઓ સમક્ષ તેમની રિવ્યુ છેક ૨૦૧૬થી પેન્ડીંગ છે અને આજદિન સુધી તેમાં નિર્ણય લેવાતો નથી. બીજીબાજુ, અરજદારની તરફેણમાં જારી થયેલી સનદ અને સેલ ડીડ હજુ સુધી સક્ષમ કોર્ટ દ્વારા રદ કરાઇ નથી ત્યારે સત્તાવાળાઓને આ પ્રકારે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની કે પ્રિમાઇસીસ સીલ કરવાની કોઇ સત્તા નથી.

છેલ્લા ત્રણ વર્ષમાં સત્તાવાળાઓએ અરજદારની જમીનની સનદ કે સેલડીડ કેન્સલ કરવાની પણ કોઇ પ્રક્રિયા હાથ ધરી નથી ત્યારે હાઇકોર્ટે સત્તાવાળાઓના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવી અરજદારને ફરીથી બાંધકામની પરવાનગી આપવી જાઇએ. અરજદારપક્ષની ઉપરોકત દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબનો મહત્વનો ચુકાદો જારી કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.