મિસાઇલ હુમલા બાદ હવે અમેરિકા ઇરાન વચ્ચે યુદ્નના ભણકારા
મોસ્કો, છેલ્લા ૧૯ દિવસથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ઘને કારણે સમગ્ર વિશ્વ પરેશાન છે. આ યુદ્ઘના કારણે દુનિયામાં ઓઇલ અને ગેસના ભાવ આસમાનને આંબી રહ્યાં છે.
અમેરિકા અને બ્રિટન જેવી મજબૂત અર્થવ્યવસ્થાઓને પણ ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં એડી-ચોટીનું જાેર લગાવવું પડી રહ્યું છે. દરમિયાન ઇરાને ઇરાકમાં અમેરિકી વાણિજ્યિક દૂતાવાસની ઉપર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે. ઇરાની સેનાએ જાતે સ્વીકાર્યું છે કે ઇરાક પર છોડવામાં આવેલી ૧૨ બેલેસ્ટિક મિસાઇલો પાછળ તેનો હાથ છે.
જાેકે ઇરાની સેનાએ દાવો કર્યો છે કે તેણે આ મિસાઇલો દ્વારા ઇ રાકમાં રહેલા ઇઝરાયેલી ઠેકાણાઓને નિશાનો બનાવ્યા છે. ઇરાનના આ હુમલા બાદ અમેરિકા સાથે તણાવ વધી ગયું છે અને વિશ્વમાં નવી ચિંતા ઉભી થઇ ગઇ છે કે રશિયા-યુક્રેનની જેમ આ બન્ને દેશો વચ્ચે પણ ક્યાંક યુદ્ઘ ન છેડાઇ જાય. અમેરિકાએ ઇરાની સેનાના આ મિસાઇલ હુમલાની ખૂબ નિંદા કરી છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે અમે ઇરાનને જવાબદાર ઠેરવવામાં ઇરાક સરકારનું સમર્થન કરીશું. અમે ઇરાન તરફથી આ જ પ્રકારના ખતરાઓનો સામનો કરવા માટે સમગ્ર મધ્ય-પૂર્વમાં પોતાના સહયોગીઓનું સમર્થન કરીશું.
અમેરિકાએ કહ્યું કે તેમનો દેશ ઇરાકની પૂર્ણ સંપ્રભુતા, સ્વતંત્રતા અને ક્ષેત્રીય અખંડતતાની પાછળ ઉભુ છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે આ હુમલાથી ઇરાકમાં વાણિજ્યિક દૂતાવાસને કોઇ નુકસાન પહોંચ્યું નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે અમેરિકા પાસે કોઇ પુરાવા નથી કે ઇરાની સેનાએ તેમના દેશને નિશાનો બનાવી મિસાઇલો છોડી હતી.
છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાનું રિએક્શન જાેતાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ મામલે કોઇ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. બાઇડન પ્રશાસન જરાય નથી ઇચ્છથું કે રશિયા-યુક્રેન યુદ્ઘ દરમિયાન તણાવનો કોઇ નવો મોરચો ખુલે.
બીજી તરફ ઇરાન પર કાર્યવાહી કરવાથી ત્રીજા વિશ્વયુદ્ઘનો પણ ખતરો વધી શકે છે. અમેરિકાને ઇરાનના આ મિસાઇલ હુમલામાં કોઇ નુકસાન પહોંચ્યું નથી. એવામાં બાઇડન પ્રશાસન પાસ ઇરાન વિરૂદ્ઘ કાર્યવાહી નહી કરવાનું નક્કર કારણ પણ મોજૂદ છે.HS