Western Times News

Gujarati News

મિસાઈલના મિયા ચન્નૂમાં પડવાનો જવાબ આપી શકે તેમ હતા: ઇમરાન

લાહોર, પ્રધાનમંત્રી ઈમરાન ખાને રવિવારે કહ્યું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા બદલ ભારતને જવાબ આપી શકે તેમ હતું પરંતુ તેણે સંયમ દાખવ્યો.

અત્રે જણાવવાનું કે ગત ૯ માર્ચના રોજ એક હથિયાર રહિત ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનમાં ઘૂસી ગઈ હતી. આ મિસાઈલ લાહોરથી ૨૭૫ કિમી દૂર મિયા ચન્નૂ પાસે એક કોલ્ડ સ્ટોર પર પડતા પહેલા અનેક એરલાઈન્સ માટે મોટું જાેખમ પેદા થયું હતું. જાે કે આ મિસાઈલ પડતા પાકિસ્તાનમાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની ખબર નથી.

આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયામાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે ‘અમે ભારતીય મિસાઈલના મિયા ચન્નૂમાં પડવાનો જવાબ આપી શકે તેમ હતા, પરંતુ અમે સંયમ દાખવ્યો. વિપક્ષ તરફથી સંયુક્ત રીતે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થવા વચ્ચે પ્રધાનમંત્રી ઈમરાન ખાન રવિવારે બપોરે પંજાબના હફીઝાબાદમાં એક રેલી સંબોધિત કરી રહ્યા હતા.

ઈમરાને દેશની રક્ષા તૈયારીઓ અંગે જણાવતા કહ્યું કે આપણે આપણી સેના અને દેશને મજબૂત બનાવવાના છે. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દુર્ઘટનાવશ એક મિસાઈલ છૂટી જવાના ભારતના સરળ સ્પષ્ટીકરણથી સંતુષ્ટ નથી અને પાકિસ્તાને સંયુક્ત તપાસની માંગણી કરી હતી.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે પાકિસ્તાને ભારતને તથ્યો સ્થાપિત કરવા માટે આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ આપ્યો છે કારણ કે મિસાઈલ પાકિસ્તાનના ક્ષેત્રમાં પડી હતી. એફઓએ કહ્યું કે ભારત મિસાઈલના દુર્ઘટનાવશ પ્રક્ષેપણની તરત જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું. એફઓએ મિસાઈલ અને આ પ્રકારની ઘટનાઓ વિરુદ્ધ ભારતના સુરક્ષા ઉપાયો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.

ભારતે દાવો કર્યો કે નિયમિત દેખભાળ અભિયાન હેઠળ ટેક્નિકલ ખામીના કારણે મિસાઈલનું પ્રક્ષેપણ ભૂલથી થઈ ગયું. ભારતે આ ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.