‘મિસ્ટર ઈન્ડિયા’માં વંદાને રમ પીવડાવીને અભિનય કરાવ્યો હતોઃશેખર કપુર
શેખર ટેકનોલોજીને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા
બોની કપુરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની સિક્વલ લાવવાનો પ્લાન ચાલી રહ્યો છે
મુંબઈ,બોલિવુડ દિગ્દર્શક અને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપુરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની સિક્વલ લાવવાનો પ્લાન ચાલી રહ્યો છે. હવે શેખર કપુરે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી છે. શેખર કપુરે જણાવ્યું કે સિનેમેટોગ્રાફર બાબા આઝમીની સાથે મળીને તેમણે વંદા પાસે પણ અભિનય કરાવ્યો હતો.
હકીકતમાં એક સીનમાં વંદો શ્રીદેવીની પાછળ ભાગે છે અને શ્રીદેવી તેનાથી ડરતી હોય છે. શેખર કપુરે જણાવ્યું કે એ વંદો અસલી હતો અને તેને ઓલ્ડ મોન્ક રમ પીવડાવ્યો હતો. શેખરક કપુરે વધુમાં જણાવ્યું કે, એ સીનમાં કોક્રોચ પણ નશામાં હતો. હું અને બાબા આઝમી વિચારી રહ્યા હતા કે કોક્રોચ પાસે એક્ટિંગ કેવી રીતે કરાવવામાં આવે. અમને ઓલ્ડ મોન્ક રમની બોટલ લાવવાનો વિચાર આવ્યો. અમે થોડીક રમ વંદા સામે ઢોળી દીધી. અમને લાગ્યું કે એ પીને એક્ટિંગ કરશે.
અમને હકીકતમાં લાગ્યું કે તેણે રમ પી લીધો છે. કદાચ તેને ઓલ્ડ મોન્ક રમ પસંદ આવી હતી. ઉલ્લેખનીય છે કે બોની કપુર અનેક ઈન્ટરવ્યુમાં કહી ચુક્યા છે કે મિસ્ટર ઈન્ડિયાની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. ફેબ્›આરીમાં શેખર કપુરે રસપ્રદ ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું ૧૧મું ધોરણ પાસ તેમનાં નોકર નિલેશે એઆઈની મદદથી મિસ્ટર ઈન્ડિયા-૨ની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. શેખર કપુરે વધુમાં કહ્યું કે નીલેશની ઉંમર ફક્ત ૧૮ વર્ષની છે. તે આગળ અભ્યાસ કરવા ઈચ્છતો નથી. શેખર ટેકનોલોજીને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.ss1