મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને મુંબઈ પહોંચતા હરનાઝ કૌરનું ભવ્ય સ્વાગત
મુંબઇ, મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નજીકના સંબંધીઓની સાથે સાથે મુંબઈ પોલીસના જવાનોએ પણ હરનાઝની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. હાથમાં તિરંગો લઈને મિસ યુનિવર્સે તમામ સ્વાગતકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદીગઢની હરનાઝ કૌર સંધુએ િ મસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતને ૨૧ વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે મિસ યુનિવર્સ બનતા પહેલા હરનાઝે વર્ષ ૨૦૧૭માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં હરનાઝ કૌરને મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ મળ્યો હતો. બે પ્રખ્યાત ખિતાબ જીત્યા પછી, હરનાઝે મિસ ઈન્ડિયા ૨૦૧૯ માં ભાગ લીધો, જ્યાં તેણી ટોચના ૧૨ માં સ્થાન મેળવવામાં સફળ રહી.
હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને ૧૯૯૪માં અને લારા દત્તા ૨૦૦૦માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે, જેનો તાજ હરનાઝ કૌર સંધુના નામે છે.HS