મીકા-રાખી ગળે મળતા અને વખાણ કરતા જાેવા મળ્યા
વીડિયોમાં સિંગર મીકા સિંહ અને રાખી સાવંત ગળે મળતા એકબીજાની ખૂબજ પ્રશંસા કરતા નજર આવી રહ્યા છે
મુંબઈ: વર્ષ ૨૦૦૬માં એક્ટ્રેસ રાખી સાવંતને મીકાએ સિંહે કરેલી કિસનો મામલો ઘણો ચગ્યો હતો. દરેક જગ્યાએ ચર્ચા હતી કે, મીકાએ પોતાની બર્થ-ડે પર રાખીને જબરજસ્તી કિસ કરી હતી. રાખીએ મીકા સામે છેડતીનો કેસ પણ કર્યો હતો, જ્યારે મીકાનું કહેવું હતું કે, પહેલા રાખીએ તેને કિસ કરી હતી. ભલે આ મામલો જૂનો હોય, પરંતુ ઈન્ટરનેટ પર તેને લઈને અવાર-નવાર ચર્ચા થતી રહે છે. જાેકે, હવે એવું લાગી રહ્યું છે કે બંને સિલેબ્સ ત્યાંથી મૂવ ઓન કરી ચૂક્યા છે અને તેનો પુરાવો એક લેટેસ્ટ વિડીયોમાં જાેવા મળ્યો છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે. તેમાં મીકા અને રાખી ગળે મળતા અને એકબીજાના વખાણ કરતા જાેવા મળી રહ્યા છે. જ્યારે મીકાને રાખી પોતાની તરફ આવતો જુએ છે તો કહે છે કે, ‘સિંહ ઈઝ કિંગ, સિંહ ઈઝ કિંગ.’ મીકાએ જણાવ્યું કે, તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો અને રાખીને જાેઈ તો તેને ઈગ્નોર કરી શકે તેમ ન હતો. રાખીએ મીકાએ એ પણ જણાવ્યું કે, કઈ રીતે સલમાન ખાને તેની માતાનો જીવ બચાવ્યો અને તેના માટે બેસ્ટ ડોક્ટર અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી.
રાખીએ કહ્યું કે, અમે લોકો હજુ દોસ્ત છીએ અને આ દરમિયાન રાખી મીકાને પગે પણ લાગી. સિંગર મીકાએ કહ્યું કે, ‘બિગ બોસ ૧૪’ રાખીના કારણે જ હિટ થયો. તો, રાખીએ મીકાના વખાણ કરતા કહ્યું કે, તે કઈ રીતે કોરોના મહામારીમાં હજારો લોકોની મદદ કરી રહ્યો છે. રાખીએ કહ્યું કે, તે દિલદાર છે.