મીઠાધરવા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ
માહિતી બ્યુરો, પાટણ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણાથી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૧નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત પાટણની જીલ્લા કક્ષા ખેલ મહાકુંભની રસ્સા ખેંચ સ્પર્ધા ચાણસ્મા તાલુકાના શ્રી સી.કે.પટેલ વિશ્વભારતી વિદ્યામંદિર, મીઠાધરવા ખાતે તા.૦૬/૦૫/૨૦૨૨ અને તા.૦૭/૦૫/૨૦૨૨ એમ બે દિવસ દરમ્યાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અં-૧૭, ઓપન એજ, અબાઉ ૪૦, અબાઉ ૬૦ એમ ચાર વયગૃપના કુલ ૩૦૦ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૭ ભાઈઓમાં પ્રથમ ક્રમે સિદ્ધપુર તાલુકાના નાગવાસણા માં.શાળા જયારે બહેનોમાં અં-૧૭માં પ્રથમ ક્રમે ચાણસ્મા તાલુકાની શ્રી સી.કે.પટેલ વિશ્વભારતી વિદ્યામંદિર, મીઠાધરવાની ટીમ વિજેતા થઇ હતી.
આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી દીપમાલાબેન ભાવિકકુમાર પટેલ તથા મીઠાધરવા જૂથ કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખશ્રી ચેલાભાઈ જી.પટેલ,
આચાર્યશ્રી સુરેશભાઈ જી.પટેલ, ગુજરાત રાજ્ય રસ્સા ખેંચ એસોસિએશનના સેક્રેટરીશ્રી રાજેશભાઈ પટેલ, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.