મીઠાલી ગામે રેડ કરીને ખેતરમાં ઉગાડેલા ગાંજા છોડના ૧૬ કિલોના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઈસમને ગાંજાના છોડ ઉગાડવુ ભારે પડ્યુ હતુ.ખેતરમા ગલગોટાના ફુલના છોડની વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલો ગાંજાના ૧૦ નંગ છોડ સહિત ૧૬ કિલોથી વધુનો ૧,૬૧,૨૦૦ લાખ રૂપિયાનો જથ્થો શહેરા પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડીને આરોપી ઈસમની અટકાયત કરીને ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે મીઠાલી ગામે ડાંગરીયા ફળીયામાં રહેતા ઈસમે પોતાના ખેતરમા વાડો બનાવીને ગાંજાનુ વાવેતર કર્યુ છે.આથી પોલીસ મીઠાલી ગામે બાતમી જગ્યાએ પહોચી હતી.
જ્યા બેઠેલા ઇસમનૂ નામ પુછતા દલસૂખભાઈ સાયબાભાઈ બારીયા જણાવ્યુ હતૂ.પોલીસે મકાનની પાસે અડીને આવેલા વાડામાં તપાસ કરતા ગલગોટાના ફુલના છોડ અને ટીંડોળાના વેલ ચઢાવેલા હતા તેની વચ્ચે થોડા થોડા અંતરે ગાંજાના આઠ ફૂટ સુધીના છોડ નજરે પડ્યા હતા.
પોલીસે ગાંજાના છોડનો ૧૬.૧૨૦ કીલો વજન સહિતનો કુલ ૧,૬૧,૨૦૦ રૂપિયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી ઇસમને પોલીસે આ ગાંજાના છોડના બીજ ક્યાથી લાવ્યો હતો.તે બાબતે પુછતા કોઈ યોગ્ય જવાબ ન આપ્યો હતો.પોતે ગાંજાે વાવ્યા બાદ પીવાની કેફીયત જણાવી હતી.પોલીસે આરોપીની અટકાયત કરીને એન.ડી.પી.એસ મુજબ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.એસ પટેલ,તેમજ પોલીસકર્મીઓ જયંતીભાઈ,વજેસિંહ, દિલીપભાઈ, રાજેન્દ્રભાઇ, કૌશિકભાઈ, અશોકભાઈ, સંજયકુમાર સહિતની પોલીસટીમે રેડની કામગીરી બજાવી હતી. નોધનીય છે. પંચમહાલ જિલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારમા ખેતરોમા કે વાડાઓમા ગાંજાની ખેતી કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે.આ પહેલા ઘોંઘબા,શહેરા તાલૂકાઓમા પણ ગાંજાના છોડ ઉગાડતા ઈસમો પોલીસના હાથે પકડાયા હોવાના કિસ્સા બહાર આવ્યા છે.*