મીઠી મધુર ઇઝરાયેલી ખારેકની ખેતીથી વર્ષે ૧૫ લાખની આવક મેળવતાં પ્રગતિશીલ ખેડુત
થરાદના ખેડુતે ૧૨ એકરમાં ૬૦૦ ખારેકના રોપા વાવી બાગાયતી ખેતી દ્વારા ૭૦ વર્ષ સુધી આવક મળે તેવું નક્કર આયોજન કર્યુ શ્રી અણદાભાઇ પટેલે લોકડાઉનમાં ૧૫ મજુરોને રોજગારી આપી
(માહિતી બ્યુરો, પાલનપુર) વિકાસના આ યુગમાં સમય સાથે કદમ મિલાવીને આયોજનપૂર્વક આગળ ધપનાર મહેનતું માણસને સફળતા મળે જ છે. બનાસકાંઠા જિલ્લાયના ઘણા ખેડૂતોએ કૃષિક્ષેત્રે રાષ્ટ્રીરય અને આંતરરાષ્ટ્રી ય ક્ષેત્રે નવી સિધ્ધિઓ પ્રાપ્તસ કરી છે. ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજય સરકારે પણ મહત્વ્ની ભૂમિકા નિભાવી છે. પહેલાં ખેતીને મજુરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવુ સમજતા હતા કે ખેતી એટલે કાળી મજુરી અને બદલામાં ખાસ વળતર કાંઇ નહીં. હવે ગુજરાતભરમાં ખેતીની વ્યાુખ્યા અને એની આવકમાં આમૂલ પરિવર્તન આવ્યુંહ છે. લોકોને હવે બહુ સારી રીતે સમજાયું છે કે થોડાંઘણી પણ ખેતીની જમીન હશે અને તેમાં આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો સારી કમાણી કરી જ શકાય છે.
જેમણે પરંપરાગત કે જુની પુરાણી ખેત પધ્ધાતિઓ છોડીને આધુનિક ખેત પધ્ધતતિઓ અપનાવી છે, નવા બદલાવ સાથે ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂતો સફળ કે પ્રગતિશીલ ખેડૂતો ગણાયા છે. રાજય સરકારના વિવિધ અભિયાનોને લીધે ખેડૂતોની જાગૃતિ અને નવી જાણવાની ધગશથી તેમની આવકમાં મબલખ વધારો થયો છે. વિકાસના આ ફાસ્ટ યુગમાં માર્કેટીંગની પણ ચિંતા નથી. આજે સોશ્યલ મિડીયામાં ખેડુત પોતાના પાકની જણશની જાહેરાત જાતે જ કરીને લોકો સુધી માહિતી પહોંચાડી શકે છે. એ જોઇને બહારના વેપારીઓ પણ ખેત ઉત્પાજદનને ખરીદવા હજારો કિ. મી. દૂરથી ખેડુતના ખેતરમાં આવીને ખરીદી કરી જાય છે.
બનાસકાંઠા જિલ્લાનો પશ્વિમ વિસ્તાર સૂકો પ્રદેશ છે. આ વિસ્તારમાં નર્મદાના નીર આવ્યા પછી ખેતી અને પશુપાલન ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ આવી છે. આજે આપણે વાત કરવી છે થરાદ નજીકના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડુત શ્રી અણદાભાઇ ભેમાભાઇ પટેલની કે, જેમણે બાગાયતી ખેતીના માધ્યમથી ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. શ્રી અણદાભાઇ પટેલ ૪૦ એકર જમીનમાં ખારેક, દાડમ, આંબા, પપૈયા, જામફળ, એપ્પભલ બોર વગેરે જેવા બાગાયતી પાકોની ખેતી કરે છે.
જેમાંથી ૧૨ એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યુ છે. તેમણે ચાર વર્ષ પહેલાં ૬ એકર જમીનમાં ૩૦૦ ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ હતું. અને હમણાં બીજા ૩૦૦ એમ કુલ-૬૦૦ ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ છે. તેમણે કહ્યું કે કચ્છ- ભૂજની અતુલ નર્સરીમાંથી રૂ. ૩૮૦૦ના ભાવના ૩૦૦ છોડ લાવી ખારેકનું વાવેતર કર્યુ હતું. જેમાં એક છોડદીઠ રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા રૂ. ૧૨૫૦ લેખે સબસીડી પણ મળી હતી. તેમણે કહ્યું કે ખારેક પાકના વાવેતરમાં એક વાર વાવ્યા પછી ૧૦૦ વર્ષનું તેનું આયુષ્યત હોય છે અને ૭૦ વર્ષ સુધી તો એકધારી સારી આવક આપે છે. તેમણે જણાવ્યું કે, ખારેકના ૫૦ છોડે એક નર ખારેક વાવવામાં આવે છે. જેનાથી ફેબ્રુઆરી માસમાં બીટી કપાસની જેમ જ ફલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. શરૂઆતના વર્ષમાં ૧ છોડ ૧૦૦ કિ.લો. અને પછી ૨૦૦ કિ.લો. સુધીનો ઉતારો આપે છે. આ ખારેક બજારમાં હોલસેલના ભાવે રૂ. ૫૦ અને છૂટકમાં ૮૦ થી ૧૦૦ રૂપિયે કિ.લો.માં વેચાય છે.
એક છોડ સરેરાશ રૂ. ૫,૦૦૦ ની આવક આપે છે એટલે ૩૦૦ છોડમાંથી ૧૫ લાખની આવક મળવાની ધારણા છે. તેમણે કહ્યું કે બે ખારેકના છોડ વચ્ચેની જગ્યામાં આંતરપાક તરીકે એપ્પ લ બોર વાવ્યા છે એ પણ વર્ષે ચાર લાખની આવક આપે છે. દાડમ, ખારેક, જામફળ બધા પાકોની આવક મળી વર્ષે રૂ. ૧ કરોડની માતબર આવક બાગાયતી ખેતીમાંથી થાય છે. માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો પરંતુ આગવી કોઠાસૂઝ અને મહેનતના લીધે શ્રી અણદાભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોમાં નામના મેળવી છે. તેમને કૃષિ ક્ષેત્રે આત્મા સહિતના અનેક એવોર્ડ પણ મળ્યાં છે. ૨૦૧૯માં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રગતિશીલ ખેડુત શ્રી અણદાભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી અણદાભાઇ અને તેમના ભાઇ શ્રી રામજીભાઇ પટેલે લોકડાઉનના સમયમાં ૧૫ મજુરોને રોજગારી પુરી પાડી છે. તેમના ફાર્મ પર ખેતીનું કામ સમયસર થાય તે માટે તેમણે રૂ. ૬,૦૦૦ ના પગારથી ૧૫ મજુરોને કાયમી રાખેલા છે.
આ લોકડાઉનના સમયમાં મજુરોએ ખારેકના થડમાં છાણીયું ખાતર નાંખવાનું, દાડમના ઝાંખરા કટીંગ કરવા સહિતના કામો કર્યા છે. તેમણે રાજય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું કે ખેડુતો બાગાયત ખેતી તરફ વળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ અમને ખુબ સારું માર્ગદર્શન આપી સરકારી સહાય મેળવવામાં મદદરૂપ બને છે.