મીડિયા કંપની ઝી ગ્રુપની ઓફિસો પર આઈટીની રેડ
મુંબઈ, ઇનકમ ટેક્સ વિભાગે મીડિયા કંપની ઝી ગ્રુપની ઑફિસો પર રેડ પાડી છે. વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે કંપનીની વિરુદ્ધ ટેક્સ ચોરીની જાણકારી મળી હતી. આ આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ પણ તેના ઠેકાણાઓ પર આઈટી રેડની પુષ્ટિ કરી છે.
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, ટેક્સ વિભાગના અધિકારી કેટલાક પ્રશ્નો સાથે અમારી ઑફિસ પહોંચ્યા હતા. અમારા અધિકારી તેમને તમામ સંબંધિત જાણકારી આપી રહ્યા છે અને તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરી રહી છે. જાે કે પ્રવક્તાએ એ નથી જણાવ્યું કે, શું દરોડાની કાર્યવાહી મુંબઈમાં જ થઈ રહી છે કે પછી ક્યાંય બીજે પણ ચાલી રહી છે.
ઇન્કમટેક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું કે મુંબઈ અને દિલ્હીમાં ઝીની ઑફિસોમાં દરોડા ચાલી રહ્યા છે. જાે કે અધિકારીએ આ વિશે જાણકારી આપવાથી ઇનકાર કરી દીધો છે. ઝી ગ્રુપના ફાઉન્ડર સુભાષ ચંદ્રા રાજ્યસભાના સભ્ય છે. ગ્રુપ છેલ્લા એક વર્ષથી કેશ ફ્લોની સમસ્યાનો સામનો કરી રહી છે અને લેણદારોના પૈસા પરત કરવા માટે નૉન-કોર બિઝનેસ વેચી રહી છે.SSS