Western Times News

Gujarati News

મીડીયેશન અને IT દ્વારા ન્યાય પ્રક્રિયામાં આધુનિકતાના પ્રાણ પૂરવા પર ભાર મૂકતાં ન્યાયમૂર્તિઓ

મીડીયેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ન્યાય પ્રક્રિયામાં આધુનિકતાના પ્રાણ પૂરવા પર ભાર મૂકતાં ન્યાયમૂર્તિશ્રીઓ પરંતુ ન્યાયતંત્રમાં માનવીય ગુણવત્તા અને સક્ષમતા ના પ્રાણ કોણ પૂરશે?!

સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાએ અદાલતો અને ન્યાયાધીશો ની સંખ્યા વધારવા પર ભાર મુકયો!

તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર ની છે જ્યારે બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટ ની છે ત્રીજી તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્સેટ તસ્વીર સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટિસ એન.વી.રમના તથા સુપ્રીમ કોર્ટના કારોબારી અધ્યક્ષ અને જસ્ટીસ શ્રી ડો.ડી.વાય.ચંદ્રચુડની છે

આ કાર્યક્રમમાં તેમણે મહત્વપૂર્ણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ના એક ઉદબોધનમાં મીડીયેશન પ્રક્રિયા પર ભાર મૂકયો હતો અને પક્ષકારો દ્વારા સમજપૂર્વક ઉકેલાતા મધ્યસ્થી ના આયોજન પર ભાર મુકતા આજની આધુનિક ટેકનોલોજી પર પણ ભાર મૂક્યો હતો

મીડીયેશન ના ખ્યાલ ના સંદર્ભમાં સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટિસ એન.વી રમના એ પક્ષકારો દ્વારા સર્વસંમતિથી ઉકેલાતા પ્રશ્નમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂકીને અદાલતોમાં સર્જાયેલા કેસોના ભરાવાની આ પ્રથા ઘણી ઉપયોગી એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી!

ઇ-કમિટી ના અધ્યક્ષ ડો.જસ્ટીસ ધનંજયભાઈ વાય.ચંદ્રચુડે ન્યાયતંત્ર માં ન્યાયાધીશ ની પસંદગીમાં,ન્યાય પ્રક્રિયા માં, ન્યાયિક શ્રેષ્ઠતા હાંસલ કરવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે તેનાથી સમય સાથે કેસોનું ભારણ ઘટશે જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડે સુનાવણીની પરંપરાગત પ્રક્રિયા માં આધુનિકતાનો પ્રાણ પૂરવા પણ અનુરોધ કર્યો હતો

આધુનિક તકનીક એ હેતુલક્ષી સાબિત થઇ સકે છે છતા માનવ અને તકનીક સપૂર્ણ ભૂલ રહિત નથી તેમ છતા તેને અનિવાર્ય ગણાવ્યું છે પરંતુ આર્ટીફીસીયલ ઇન્ટેલીજેન્સ આત્મસંતોષ તરફ દોરી ન જાય તેની સાવધાની રાખવા અનુરોધ કરતા જસ્ટીસ શ્રી ચંદ્રચુડે આર્ટીફીસીયલ ઇન્ટેલીજેન્સ ર્નિણય કરવા ની પ્રક્રિયા માં ફક્ત સાધન તરીકે બની શકે

પણ તે ન્યાયાધીશો ના વિકલ્પ ન હોઈ શકે તેથી દરેક ન્યાયધીશે પોતાની આગવી કુનેહ વિવેક અને બુદ્ધિમતા થી ર્નિણય કરવા અનુરોધ કર્યો હતો પરંતુ અત્રે એ નોંધનીય છે કે ન્યાયપ્રક્રિયા ને ગમે તેટલી આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવે પરંતુ ન્યાય તો માનવીય સનીષ્ઠતા માનવીય કર્મશીલતા અને માનવીય ક્ષમતા પર ર્નિભર છે

આજે ન્યાયતંત્ર અને સત્તાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે આજે ન્યાયતંત્રને સત્તા સામે બંધારણીય મૂલ્યો અને ન્યાયનીસ્થા ટકાવી રાખવા મજબૂતાઈ સાથે ભૂમિકા અદા કરી રહ્યું છે! ત્યારે ન્યાયતંત્રની પ્રગતિનો આંક તેની બાહ્ય ભૌતિક સમૃદ્ધિ પરથી નક્કી ના થઈ શકે

ફક્ત આધુનિક ટેકનોલોજી પ્રદાન કરવાથી માનનીય પડકારોનો ઉકેલ ન આવી શકે! એને માટે તો નિષ્ઠાવાન નીડર અને સક્ષમ ન્યાયાધીશોની આ દેશને જરૂર છે નહીં તો એવો સમય આવશે કે ન્યાયતંત્રમાં આધુનિકતાનો વિકાસ થશે પણ મૂલ્યનિષ્ઠ દૃષ્ટિકોણ સાથે નો ન્યાય ના દીપ નુ પ્રકાશ ઘટતું જશે

આ કાર્યક્રમમાં અન્ય તસ્વીર માં ડાબી બાજુ થી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ, ગુજરાત રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,

તેમજ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ તેમના આગવા વિચારો રજુ કર્યા હતા અત્રે એ નોંધનીય છે કે ત્યાર બાદ સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટીસ એન.વી.રમના એ બીજા એક કાર્યક્રમ માં ન્યાયતંત્ર માં ન્યાયાધીશોની અને અદાલતો નીં સંખ્યા પર ભાર મુક્યો છે ત્યારે સરકાર આ દિશા શું વિધેયાત્મક પ્રત્યાઘાત આપે છે તે જાેવાનું રહે છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

આ જગતનો મજબૂત વ્યક્તિ એ છે જે એકલો ઊભો રહે – હેનરી હક્સેલે

બ્રિટિશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હક્સલે કહ્યું છે કે ‘‘આ જગત માં સૌથી મજબૂત વ્યક્તિ એ છે જે એકલો ઊભો રહી શકે’’!! જ્યારે અમેરિકન વૈજ્ઞાનિક થોમસ એડિશન એ કહ્યું છે કે ‘‘હજારો વિચારોની લઈને આવેલા પણ કશું ન કરતા માણસ કરતાં માત્ર એક જ વિચાર લઈને આવેલ અને તેના પર કામ કરતાં માણસને હું વધુ આદર આપું છું”!!

સમગ્ર વિશ્વ વિજ્ઞાનિક આધુનિકરણ સાથે આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતમાં પણ આધુનિક ટેકનોલોજીનો આદરપૂર્વક સ્વીકારવાનો અભિગમ વધ્યો છે અને આજની ન્યાયપ્રક્રિયામાં મધ્યસ્થતા ના ખ્યાલને તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રક્રિયાને

આધુનિકતા સાથે માનવીય અભિગમના વિચાર -વિમર્સ માટે ગુજરાત હાઇકોર્ટના સૌજન્યથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા સિટી ખાતે દેશની હાઈકોર્ટના ન્યાયાધીશો માટે રાષ્ટ્રીય કક્ષાની ન્યાય સેમિનારનું આયોજન પૂર્ણ થયું જેમાં મધ્યસ્થી અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી પર વિચારવિમર્શ યોજાઈ ગયો

આ ઉપરાંત જે મહત્વ નો મુદ્દો સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટીસ એનવી.રમના એ બીજા કાર્યક્રમ માં અભિવ્યક્ત કર્યો હતો તે હતો ન્યાયતંત્ર માં ન્યાયાધીશોની અને અદાલતો નીં સંખ્યા વધારવી ! પરંતુ સુપ્રીમકોર્ટ ના અનેક ચીફ જસ્ટીસશ્રી ઓ આવ્યા અને ગયા પણ કેન્દ્ર સરકારે અદાલતો ની કાર્યક્ષમતા વધારવા વધુ ન્યાયાધીશો ની નિયુક્તિ માં ઉદાસીન રહી છે તે આશ્ચર્યજનક બાબત છે!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.