મીનાક્ષી લેખી, અનંતકુમાર સહિત ૧૭ સાંસદો કોરોના પોઝીટીવ
નવીદિલ્હી, ચોમાસુ સત્રના પહેલા દિવસે જ ૧૭ સાંસદો કોરોના પોઝીટીવ જણાઇ આવ્યા છે તમામ સાંસદોની ગૃહ ચાલુ થાય તે પહેલા કોરોના તપાસ કરાવવામાં આવી હતી જેમાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખી, અનંતકુમાર હેગડે અને પ્રવેશસિંહ વર્મા સહિત ૧૭ સાંસદ પોઝીટીવ મળ્યા છે પોઝીટીવ મળેલા સાંસદોમાં સુખબીર સિંહ પ્રતાપ રાવ જાધવ,જનાર્દન સિંહ હનુમાન બેનીવાલ સેલ્વમ જી રામ શંકર કઠેરિયા સત્યપાલ સિંહ સહિત અન્ય પણ સામેલ છે.
સંસદ ચાલુ થાય તે પહેલા તમામ સાંસદોનો કોવિડ ૧૯ ટેસ્ટ થયો હતો તેમાં અત્યાર સુધી ૧૭ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.સંસદમાં કોરોના માટે કહવામાં આવેલ વ્યવસ્થા લોકસભા સભ્યોના ટેસ્ટ ૧૩ અને ૧૪ ઓેગષ્ટને સંસદ પરિસરમાં જ કરવામાં આવ્યા કોરોના મહામારી વચ્ચે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની કાર્યવાહી આજે સવારે ૯ વાગ્યાથી શરૂ થઇ હતી. સાંસદોની હાજરી લગાવવાની પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં સાસંદોની ડેસ્કની આગળ કાંચની શીલ્ડ લગાવવામાં આવી હતી મોટાભાગના સાંસદ બેઠા બેઠા જ પોતાની વાત રાખી રહ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મંત્રીઓ માસ્ક પહેરીને સંસદમાં આવ્યા હતાં. પહેલીવાર સાંસદોને પોતાની બેઠક પર બેસીને જ બોલવાની મંજુરી આપવામાં આવી હતી.HS