Western Times News

Gujarati News

મીરા રાજપૂતે તસવીરો શેર કરતા યૂઝર્સે ટ્રોલ કરી

મુંબઈ, બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની દરેક પોસ્ટ યૂઝર્સ ખુબ પસંદ કરે છે. પરંતુ આ વખતે મીરા રાજપૂતે એક એવો ફોટો પોસ્ટ કરી નાખ્યો કે જેના કારણે ખુબ ટ્રોલ થઈ રહી છે.

મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટામાં તેનો પુત્ર ઝેન પણ સાથે છે પરંતુ તેનો ચહેરો દેખાતો નથી. ફોટામાં મીરા રાજપૂત જંપસૂટમાં ખુબસુરત લાગે છે. તેણે યલ્લો બેગ કેરી કરી છે. ગ્લાસી ન્યૂડ મેકઅપ અને વ્હાઈટ ઈયરિંગ્સ તેના લૂકને કમ્પલીટ કરી રહ્યા છે.

મીરાએ આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે શર્મીલા ફોટો-બોમ્બર સાથે તસવીર લેવાની આદત પાડી રહી છું. મીરાએ કેપ્શનમાં જણાવ્યું કે તેનો પુત્ર ઝેન શર્મીલો છે અને તેને ફોટો ક્લિક કરાવવાનો શોખ નથી. મીરાના ફોટામાં યૂઝર્સની નજર તેના પગ પર પડી ગઈ અને તેમણે મીરાને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી.

એક યૂઝરે લખ્યું કે પ્લીઝ મેમ તમારા પગ ઉપર પણ મેકઅપ કરાવી લો. બીજાએ કમેન્ટ કરી કે મોઢું તો આટલું ચમકે છે અને પગ તો જુઓ. તેને પણ મેકઅપ કરાવી લીધો હોત. કોઈએ લખ્યું કે તમારા પગને શું થયું છે? અન્ય એક યૂઝરે લખ્યું કે પગ તો નકલી છે.

આ પ્રકારના કમેન્ટ કરીને યૂઝર્સ તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. શાહિદ કપૂર હાલ તેની નવી ફિલ્મ જર્સીને લઈને ખુબ ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને ખુબ પસંદ કરાયું. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, શાહિદની પત્નીની ભૂમિકામાં જાેવા મળશે. જ્યારે પંકજ કપૂર પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.