મીરા રાજપૂત પહેલીવાર બોલ્ડ કપડામાં જાેવા મળી
મુંબઈ: જર્સીનું શૂટિંગ આટોપ્યા બાદ શાહિદ કપૂર હાલ પત્ની મીરા રાજપૂત સાથે ગોવામાં વેકેશન મનાવી રહ્યો છે. ફિલ્મના શૂટિંગના કારણે શાહિદ ઘણા સમયથી વ્યસ્ત હતો અને હાલ હવે તે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. મીરા રાજપૂતે ગોવામાંથી પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે બ્લેક બ્રાલેટ અને પિંક પાયજામામાં જાેવા મળી રહી છે.
સાથે તેણે બ્લેક કલરનું જેકેટ કેરી કર્યું છે. તેણે સાવ ઓછો મેકઅપ કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘જ્યારે તું મારી સામે જુએ. આ જ આઉટફિટમાં તેણે અન્ય એક તસવીર પણ શેર કરી છે. જેમાં તેના હાથમાં અલગ પ્રકારની બેગ જાેવા મળી રહી છે.
આ તસવીર શેર કરીને તેણે ફેન્સને કહ્યું છે કે, ‘મને જાસ્મિન કહો’. મીરા આ તસવીરમાં એટલી સ્ટનિંગ લાગી રહી છે કે ફેન્સ પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ ગોવા ફરવા જાય અને દરિયામાં મજા ન કરે તો કેવી રીતે બને? મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બિકીની પહેરીને પણ એક મિરર સેલ્ફી શેર કરી છે.
મીરા રાજપૂત હેલ્થ, ફિટનેસ અને હેરકેરને લગતી કેટલીક ટ્રિક્સ-ટિપ્સ આપીને ફેન્સને પ્રેરિત કરતી રહે છે. આ સિવાય તે ઘણીવાર શાહિદ કપૂર સાથેની તસવીરો શેર કરીને રિલેશનશિપ ગોલ્સ આપે છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નજર કરશો તો તેના બંને ક્યૂટ બાળકોના ફોટો પણ જાેવા મળશે.
થોડા દિવસ પહેલા મીરાએ ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યું હતું. જેમાં યૂઝર્સે કેટલાક મજેદાર સવાલ પૂછ્યા હતા, તો મીરાએ પણ તે સવાલના જવાબ આપ્યા હતા. એક ફેને પૂછ્યું હતું કે, ‘શું તું ફરીથી પ્રેગ્નેન્ટ છે? જેનો જવાબ આપતાં તેણે લખ્યું હતું કે, ‘ના’ આ સાથે તેણે હસતી ઈમોજી શેર કરી હતી. આ સિવાય ફેને પૂછ્યું હતું કે, ફિલ્મમાં આવવાનો કોઈ પ્લાન છે? જેનો જવાબ પણ તેણે નામા આપ્યો હતો.