Western Times News

Gujarati News

મુંગા પશુઓની ટ્રક મારફતે હેરાફેરી કરતા ઇસમોને કુલ્લે ૧૨,૨૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપ

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની કચેરીએ અરજી મળેલ કે ખેડા જીલ્લામાં નડીયાદમાં પશુઓની હેરાફેરી થઇ રહેલ છે . જે અરજી આધારે પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની સુચનાથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમારનાઓ સાથે એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત , પો.સ.ઇ એચ.એમ.રબારી ,  ભગવાન , હે.ડકો.કનકસિંહ , અમરાભાઇ , ઋતુરાજસિંહ ,રાજુભાઇ .પ્રવિણભાઇ ,શીવભદ્રસિંહ , કેતનકુમાર વિગેરે પોલીસ માણસો અરજીમાં જણાવેલ હકીકત અન્વયે ડાકોર રોડ સલુણ એક્ષપ્રેસ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન હેઙકો.કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ડાકોર રોડ સલુણ એક્ષપ્રેસ હાઇવે ઉપરથી અશોક લેલન ટ્રક નં . GJ – 02 – ZZ – 7872 માં ગેરકાયદેસર રીતે ભેંસો તથા પાડાઓ ભરેલ ટ્રકને પીછો કરી અમદાવાદ – વડોદરા એક્ષપ્રેસ હાઇવે , સુંઢા ગામની સીંમમાં રોકી ઝડપી પાડેલ જેમાં તપાસ કરતા ટ્રક ડ્રાઇવરરનું નામ ( ૧ ) ઇશાક કૈયુમ દઉવા રહે.રવીયાણા મુમનવાસ તા.જી.પાટણ તથા ડ્રાઇવર પાસે બેઠેલ ઇસમ ( ૨ ) મોહંમદભાઇ આમીનભાઇ મલપરા રહે . વદાણી જાખા , સરકારી ડેરીની બાજુમાં તા.જી.પાટણ નાઓને ટ્રકમાં ૧૩ ભેંસો તથા એક પાડો ક્રતા પુર્વ ગળે ટુંપાય તે . રીતે ટુંકા દોરથી બાંધી લઇ જતા હોય તેમજ ટ્રકમાં ઘાસ ચાલકે પાણીની કોઇ વ્યવસ્થા કરેલ ન હોય અને આ ભેંસ તથા પાડા ( ૩ ) યાકુબભાઇ સુલેમાનભાઇ ગરબડ રહે .

બારકોશીયા રોડ નડીયાદ નાઓએ ભરી આપેલ હોય જેથી તેઓને પણ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમો પાસે ભેંસો તથા પાડાની હેરાફેરી અંગેનું પાસ પરમીટ તથા ટ્રકના આર.ટી.ઓને લગતા કાગળો ન હોય જેથી ઉક્ત ત્રણેય ઇસમોની અંગજડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ -૩ કિ.રૂ .૧૨,૫૦૦ / – તથા ૧૩ ભેંસો તથા એક પાડો કિ.રૂ. ૨,૧૦,૦૦૦ / – તથા ટ્રક કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / મળી કુલ્લે રૂ .૧૨,૨૨,૫૦૦ / -નો મુદ્દામાલ કબ્જે કરી ઉક્ત પકડાયેલ તમામ ઇસમો તેમજ સદર પશુઓ આપનાર ઇસમો વિરુદ્ધ ધી પશુ સંરક્ષક અધિનિયમની ૧૯૫૪ ની કલમ ૫,૮,૯,૧૦ તથા ધી પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧ ( એ ) , ( ડી ) , ( ઇ ) , ( એફ ) , ( એચ ) મુજબ હેડકો કનકસિંહ નાઓએ મહેમદાવાદ પો.સ્ટે ખાતે ગુનો રજી.કરાવેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.