મુંગેર ગોળીકાંડના વિરોધમાં શહેર બંધ,ભારે સુત્રોચ્ચાર અને તોડફાડ
ભાગલપુર, બિહારના મુંગેરમાં દુર્ગા પુજા વિસર્જન દરમિયાન યુવકો પર લાઠીચાર્જ અને ગોળીકાંડમાં યુવકના મોતના વિરોધમાં શહેર ભરના બજાર બંધ રહબ્યાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય સવારથી જ બજારોને બંધ રાખી બેસી ગયા હતાં આ દરમિયાન ધટનાના વિરોધમાં શહેરમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેરવાસી એસપીની વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં હતાં. પ્રદર્શનમાં સામેલ આક્રોશિત યુવકોએ એસપી કાર્યાલયની નજીક પહોંચી એસપીની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા અને ત્યાં પથ્થરમારો કર્યો હતો જયારે કેટલાક યુવકોએ એસડીઓના ગોપનીય શાખા કાર્યાલયમાં પણ તોડફોડ કરી ઘટના દરમિયાન વાતાવરણ તનાવપૂર્ણ બની ગયું આક્રોશિત યુવકોની ટુકડીએ શહેરના પુરબ સરાય ફાંરીમાં લાગેલ બે પોલીસ જીપને આગ લગાવી હતી.
એ યાદ રહે કે બિહારના મુંગેર જીલ્લામાં સોમવારે અડધી રાતે દુર્ગાની પ્રતિમા વિસર્જન દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક યુવકનું મોત નિપજયુ હતું અને છથી વધુ લોકોને ઇજા થઇ હતી શાદીપુરમાં મોટી દુર્ગા વિસર્જન દરમિયાન પોલીસે યુવકો પર બળપ્રયોગ કર્યો હતો તેથી ભીડ ઉગ્રે થઇ ગઇ અને પોલીસ અનેલોકોમાં અથડામણ થઇ બચાવ કરતા પોલીસે ગોળીબાર કર્યો જેમાં એક યુવકનું ધટના સ્થળે જ મોત નિપજયું હતું ગોળી લગવાથી અનેક લોકોને ઇજા થઇ હતી. તેની સારવાર સદર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
એસપી લિપિસિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિસર્જન દરમિયાન અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો આ ધટનામાં લગભગ ૨૦ સુરક્ષા દળોના જવાનોને ઇજા થઇ છે.HS