મુંદ્રા ભાજપના એક નગરપાલિકાના સભ્ય અને તેના પરિવારજનોને વિવિધ હોદ્દા ફાળવણી કરવામાં આવતા વિખવાદ

ભુજ, શિસ્તબધ્ધ ગણાતી ભાજપમાં આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે. ફ્રન્ટલાઇન નેતાઓ ભલે વિખવાદ નથીના ગાણા ગાઈ રહ્યા હોય પરંતુ નીચલા લેવલના નેતાઓમાં રોષ વધી રહ્યો છે. છે. અને અવાર નવાર સપાટી ઉપર વર્તાઇ પણ રહ્યો છે. ત્યારે મુંદ્રા ભાજપના નેતા દ્વારા રોષમાં ભરાઈને પીએમઓમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની નીતિ અમલમાં છે. ભાજપ વંશ વાદથી અળગો છે. જેના ગાણા ગાવામાં આવતા હતા. ત્યારે મુંદ્રા ભાજપના એક નગરપાલિકા ના સભ્ય અને તેના પરિવારજનોને વિવિધ હોદ્દા ફાળવણી કરવામાં આવતા વિખવાદ વકર્યો છે.
મુન્દ્રા ભાજપમાં વિખવાદ વકરી રહ્યો છે. સંગઠનમાં સ્થાન ધરાવતા હોદેદારની પત્ની અને ઘરના સભ્ય નગરસેવક તરીકે ફરજ બજાવે છે. એકતરફ ભાજપ એક ઘરમાં એક હોદાની વાત કરે છે. બીજી તરફ મુન્દ્રા શહેરમાં એક ઘરમાં ૩ થી ૪ હોદાની લ્હાણી કરતા જાેવા મળે છે.
જિલ્લા ભાજપ પ્રમુખ નેતાઓને છાવરતા હોવાથી અસંતુષ્ઠો દ્વારા પીએમઓમાં ફરિયાદ કરી છે. આજે કરાયેલી રજૂઆતના પગલે મુન્દ્રાના રાજકીય બેડામાં હલચલ મચી જવા પામી છે
નામજાેગ પ્રધાનમંત્રીને રજુઆત કરાઈ છે સાથે સાથે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષને પણ નારાજ કાર્યકરોએ રજુઆત કરી છે. પાલિકામાં જે કાઉન્સિલર છે તેના પરિવારજનો હોદા ઉપર પણ જાેવા મળે છે. શું આ વાતથી જવાબદારો અજાણ છે તેવી ચર્ચા વહેતી થઈ છે. આવનારા દિવસોમાં પક્ષ શું પગલાં લે છે તે આવનારો સમય જ કહેશે.HS