મુંબઇનાં રસ્તા પર વિવેક ઓબેરોયે હેલમેટ અને માસ્ક વગર બાઇક ચલાવ્યું
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય હાલમાં તેનાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. એક્ટરનો આ વીડિયો વેલેન્ટાઇન ડેનો છે. જે હાલમાં સામે આવ્યો છે. અને આ વીડિયોને કારણે હવે વિવેક ઓબેરોય મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. ખરેખરમાં, આ વીડિયોમાં એક્ટર ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતો નજર આવે છે. જે સામે આવ્યા બાદ મુંબઇની ટ્રાફિક પોલીસે તેનાં વિરુદ્ધ કાર્યવાહી કરી દીધી છે. વાયરલ વીડિયોમાં વિવેક ઓબેરોય ફિલ્મી અંદાજમાં રસ્તા પર બાઇક દોડાવતો નજર આવી રહ્યો છે. તે પણ માસ્ક અને હેલમેટ વગર.
એવામાં તેનો એક વીડિયો હવે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિવેક ઓબેરોયનો આ વીડિયો ૧૪ ફેબ્રુઆરીનો છે. જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે રાતનાં સમયે મુંબઇનાં રસ્તા પર બાઇક દોડાવતો નજર આવે છે. પણ તેમાં તેણે ન તો હેલમેટ કે ન તો માસ્ક પહેરેલો નજર આવે છે. તો પાછળ ફિલ્મ ‘સાથિયા’નું મ્યૂઝિક સંભળાય છે.
ફિલ્મી અંદાજમાં વિવેક ઓબરેયે તેની પત્ની પ્રિકંયાની સાથે વેલેન્ટાઇન ડે મનાવતો નજર આવે છે. ‘સાથિયા’ને મ્યૂઝિકની સાથે રોમેન્ટિક અંદાજમાં બાઇક ચલાવવા વિવેકને હવે ભારે પડ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસે તેનાં વિરુદ્ધ આઇપીસીની કલમ ૧૮૮,૨૬૯, મોટર વેહિકલ એક્ટની કલમ ૧૨૯,૧૭૭ અને એપેડિમેકિ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી છે. અને વગર હેલમેટ બાઇક ચાવવા પર ૫૦૦ની પાવતી કપાઇ છે.