Western Times News

Gujarati News

મુંબઇના લાલબાગ ચા રાજા ગણેશોત્સવ રદ કરાયો

મુંબઇ, કોરોના વાયરસની મહામારીની અસર આ વર્ષે ગણપતિ ઉત્સવ પર પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રસિદ્ધ ગણતપિત મંડળોમાં આગળ લાલબાગ ચા આ વખતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવશે નહીં. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર, દેશમાં મુંબઇમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેરોમાં છે. કોરોનાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ કર્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવામાં ન આવે, કારણ કે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભેગ થાય છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે ગણપતિની મૂર્તિની ઉંચાઇ ૪ ફૂટ સુધી રાખવામાં આવે.

આ વર્ષે લાલબાગચા રાજાના દર્શન થશે નહીં. મુંબઇના લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવ ન મનાવવા નિર્ણય કર્યો છે. સ્થાપનાના સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. દરવર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી ગણેશોત્સવ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.