મુંબઇના વાનખેડે સ્ટેડિયમના આઠ કર્મચારી કોરોના સંક્રમિત
મુંબઇ: સમગ્ર હિન્દુસ્તાન હાલના સમયમાં કોરોનાની બીજી લહેરથી ઝઝુમી રહ્યું છે ખરાબ સ્થિતિ વચ્ચે દેશમાં આઇપીએલની પણ શરૂઆત થઇ રહી છે.ટુર્નામેન્ટ શરૂ થવાના અઠવાડીયે પહેલા એક એવા અહેવાલો આવી રહ્યાં છે જે બીસીસીઆઇને પણ હચમચાવી શકે છે મુંબઇના એતિહાસિક વાનખેડે સ્ટેડિયમના આઠ મેદાની કર્મી કોરોના સંક્રમિત જણાયા છે.આ મેદાનમાં ૩૦ મેરના રોજ ફાઇનલ મુકાબલો પણ થનાર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સ્ટેડિયમમાં ૧૯ કર્મચારી કામ કરી રહ્યાં છે.જેમનો મુંબઇ ક્રિકેટ એસોસીએશને ગત અઠવાડીયે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી ૨૬ માર્ચે ત્રણ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો આગામી દૌરની ટેસ્ટીંગનો રિપોર્ટ એક એપ્રિલે આવ્યો તેમાં પાંચ વધુ કર્મચારી સંક્રમિત જણાયા હતાં. મોટાભાગના કર્મચારી સ્ટેડિયમમાં રહેતા નથી તે રોજ લોકલ ટ્રેન,બસના સહારે સ્ટેડિયમ આવજાવ કરે છે હવે એમસીએ ટુર્નામેન્ટ ખતમ થવા સુધી કર્મચારીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. બાંદ્રા કુર્લા કોમ્પલેકસ ખાતે શરદ પવાર અકાદમી અને કાંદીવલી ખાતે સચિન તેંડુલકર જિમખાનામાં વ્યવસ્થા કરી શકાય છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિને જાેતા બીસીસીઆઇ મુંબઇથી આયોજન સ્થળ કયાંય અન્ય સ્થળે શિફટ કરવા પર પણ વિચાક કરી શકે છે. આઇપીએલની ગાઇડલાઇન અનુસાર શરૂઆતી તબક્કાની મેચ દર્શકો વિના બંધ સ્ટેડિયમમાં રમાનાર હતી બાદમાં કોરોનાની સ્થિતિને જાેતા દર્શકોની એન્ટ્રી પર નિર્ણય લેવામાં આવનાર હતો પરંતુ દેશમાં વધતા મામલાને જાેતા તેની સંભાવના ઓછી નજરે પડી રહી છે.અહીં પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની વચ્ચે નવ એપ્રિલે રમાનાર છે વાનખેડે સ્ટેડિયમમાં ૧૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ વચ્ચે કુલ ૧૦ મેચ થનાર છે.