મુંબઇની હોસ્પિટલની બેદરકારી: 14 દિવસ સુધી બાથરૂમમાં દર્દીનો મૃતદેહ સડતો રહ્યો
મુંબઇ, મુંબઇમાં કોરોના વાયરસ દર્દીની મોતને લઇને એક દર્દનાક ઘટના સામે આવી છે. મુંબઇની એક ટીવી હોસ્પિટલમાં 14 દિવસ પહેલા જ 27 વર્ષીય એક કોરોના વાયરસ સંક્રમિત યુવક ગુમ થયો હતો. તેને ટીબીની બિમારી હતી. હવે 14 દિવસ પછી તેનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો છે. 14 દિવસ સુધી તેનો મૃતદેહ બાથરૂમમાં સડતો રહ્યો અને કોઇ તેની ભાળ કાડવા માટે પણ ના આવ્યું. ના જ કોઇને આટલા દિવસ સુધી આ મામલે ખબર પડી. આ ઘટના સામે આવતા જ હોસ્પિટલ પ્રસાશન પર પણ અનેક સવાલ ઊભા થયા છે.
જાણકારી મુજબ આ રીતે મૃતદેહ મળવાની ઘટના સામે આવ્યા પછી બીએમસીએ પણ સખ્તાઇ બતાવી છે. બીએમસીની તરફથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલના લગભગ 40 કર્મચારીઓને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ તે લોકો છે જે વાર્ડમાં ડ્યૂટી કરતા હતા. જ્યાંથી શબ મળ્યો છે. તેવામાં એ દાવાની પણ પોલ ખુલી છે કે કોવિડ સમયમાં હોસ્પિટલના ટોયલેટને નિયમિત રૂપે સાફ કરવામાં આવે છે.
વળી તે વાત પણ સામે આવી છે કે આ યુવકની મૃત્યુ કંઇ પરિસ્થિતિમાં થઇ. જો કે આ મૃતદેહ ખરાબ રીતે સડી ગયો છે. અને તેવું પણ જાણવા મળ્યું છે કે મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે તે પણ ઓળખવું મુશ્કેલ થતું હતું કે શબ પુરુષનો છે કે મહિલાનો. જાણકારી મળી છે કે ટોયલેટમાં મળેલો મૃતદેહ 27 વર્ષીય સૂર્યભાન યાદવનો છે. આ 4 ઓક્ટોબરથી આ વાર્ડથી ગુમ હતો. સુપ્રિટેંડેંટ ડૉ. લલિત કુમાર આનંદે જણાવ્યું કે તેના ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પણ આ એક સામાન્ય વાત હતી કે ટીબીના દર્દી હોસ્પિટલથી બહાર જાય.