મુંબઇનું સોહો હાઉસ, ટાઇમ મેગેઝિનની વિશ્વની શ્રેષ્ઠ સ્થાનોની યાદીમાં સ્થાન પામ્યું
ગુજરાતનું 7 597 ફુટ ઉંચું Statue of Unity અને Soho House, Mumbai ટાઇમ મેગેઝિનની વિશ્વની શ્રેષ્ઠ સ્થાનોની 2019 ની બીજી વાર્ષિક યાદીમાં પહોંચ્યું છે, જેમાં 100 નવા સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઇનું સોહો હાઉસ, જેણે પણ આ સૂચિમાં સ્થાન મેળવ્યું છે, તે એક 11 માળની બિલ્ડિંગ છે, જે અરબી સમુદ્રના તટ પર છે. તેમાં એક લાઇબ્રેરી, 34 સીટો ધરાવતું સિનેમાઘર અને એક ધાબા પર સ્વિમીંગ પૂલ છે. આ બિલ્ડીંગમાં 38 રૂમો રહેવા માટે છે. આ ઉપરાંત તેમાં એક જીમ પણ છે. એક વર્ષની મેમ્બરશીપની ફી 1.13 લાખથી શરૂ થઈને 2.26 લાખ છે.
સોહો હાઉસ આઠ પ્રકારની મેમ્બરશીપ ઓફર કરે છે. વિશ્વમાં યુકે, બર્લિન, ઇસ્તંબુલ, બાર્સિલોના, એમ્સ્ટરડેમ, ન્યુ યોર્ક, લોસ એન્જલસ, મિયામી, શિકાગો અને ટોરોન્ટો જેવા શહેરોમાં સોહો હાઉસ આવેલા છે. Photos : twitter